ફિલ્મ અને રિયલ એસ્ટેટના રોજિંદા કામ કરનાર લોકો માટે વૅક્સિનેશ ડ્રાઇવ શરૂ કરશે આનંદ પંડિત

10 June, 2021 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આનંદ પંડિત પ્રોડ્યુસરની સાથે રિયલ એસ્ટેટમાં પણ જાણીતું નામ છે

આનંદ પંડિત

મુંબઈમાં કોરોનાગ્રસ્ત લોકો માટે બેડની વ્યવસ્થા કર્યા બાદ હવે આનંદ પંડિત વૅક્સિનેશન ડ્રાઇવ શરૂ કરશે. તેઓ હવે ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશનના દરેક કર્માચારીઓ માટે વૅક્સિન ઉપલબ્ધ કરાવશે. આનંદ પંડિત પ્રોડ્યુસરની સાથે રિયલ એસ્ટેટમાં પણ જાણીતું નામ છે. કોરોનાની શરૂઆતમાં તેમણે લોકોની મદદ માટે હેલ્થ-કિટ પહોંચાડી હતી. તેમણે બીએમસીને ઘણા ફ્લૅટ પણ આપ્યા હતા, જેમાં લગભગ ૧૦૦૦ વ્યક્તિઓને ક્વૉરન્ટીન કરી શકવાની ક્ષમતા હતી. બીજા ફેઝમાં પણ તેમણે લોકોની ઘણી મદદ કરી હતી અને હવે તેઓ વૅક્સિનેશન ડ્રાઇવ શરૂ કરવા જઈ રહ્યા છે. આ માટે તેઓ સરકાર પાસે વિદેશથી વૅક્સિન ઇમ્પોર્ટ કરવા માટે પરવાનગી માગી રહ્યા છે. આ વિશે આનંદ પંડિતે કહ્યું હતું કે ‘અમે તમામ તૈયારી કરી લીધી છે. હવે ફક્ત એક જગ્યા નક્કી કરવાની છે જ્યાં ફિલ્મ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા રોજિંદા કામ કરનાર કર્માચારીઓને ફ્રીમાં વૅક્સિન મૂકવામાં આવશે. ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશનના દરેક કર્માચારીઓ માટે વૅક્સિન ઉપલબ્ધ થાય એ પણ સુનિશ્ચિત કરીશું.’

entertainment news bollywood bollywood news coronavirus covid19 covid vaccine vaccination drive