Entertainment Updates: એક નર ત્રણ નારી

10 May, 2026 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષમાન ખુરાના, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન અને વામિકા ગબ્બી ગઈ કાલે મુંબઈમાં તેમની ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વોહ દો’નું પ્રમોશન કરતાં જોવા મળ્યાં હતાં.

પતિ, પત્ની ઔર વોહ દો

આયુષમાન ખુરાના, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન અને વામિકા ગબ્બી ગઈ કાલે મુંબઈમાં તેમની ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વોહ દો’નું પ્રમોશન કરતાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ ૧૫ મેએ રિલીઝ થાય છે.

રણબીર કપૂર અને અજય દેવગન ૧૫ વર્ષ પછી એકસાથે ચમકશે ફિલ્મમાં

લગભગ ૧૫ વર્ષ બાદ અજય દેવગન અને રણબીર કપૂર ફરી એકસાથે કામ કરવા જઈ રહ્યા છે. આ પહેલાં બન્ને ‘રાજનીતિ’માં સાથે જોવા મળ્યા હતા અને ત્યાર બાદ બન્નેએ કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું નહોતું. હવે બન્ને ફરી પાછા સાથે કામ કરવાના છે. રિપોર્ટ મુજબ આ એક જબરદસ્ત ઍક્શન ડ્રામા થ્રિલર ફિલ્મ છે અને એ લવ રંજન બનાવશે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મ બે કઝિન ભાઈઓની કહાની પર આધારિત હશે. વાર્તા પ્રમાણે ગેરસમજને કારણે બન્ને વચ્ચે અંતર આવી જશે અને પછી સંબંધોમાં કડવાશ વધતાં બન્ને એકબીજાના દુશ્મન બની જશે. જોકે ફિલ્મમેકર્સ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શક્ય છે કે ફિલ્મની સ્ટોરીમાં આગળ જઈને કેટલાક ફેરફાર કરવામાં આવે.

sara ali khan ayushmann khurrana rakul preet singh upcoming movie ajay devgn ranbir kapoor bollywood buzz bollywood news bollywood entertainment news