ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ માટે કરણ જોહર અને રાજકુમાર હીરાણીનું વૅક્સિનેશન અભિયાન

11 June, 2021 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમના આ નેક કામમાં સંજય દત્ત, કપિલ શર્મા, ભૂમિ પેડણેકર, આનંદ એલ. રાય, દિનેશ વિજન અને સોનાક્ષી સિંહા પણ જોડાઈ ગયાં છે

કરણ જોહર, રાજકુમાર હીરાણી

રાજકુમાર હીરાણી, કરણ જોહર અને પ્રોડ્યુસર મહાવીર જૈન સાથે મળીને સિને એમ્પ્લૉઈઝ માટે ફ્રીમાં વૅક્સિનેશન ડ્રાઇવ ચલાવશે. તેમના આ નેક કામમાં સંજય દત્ત, કપિલ શર્મા, ભૂમિ પેડણેકર, આનંદ એલ. રાય, દિનેશ વિજન અને સોનાક્ષી સિંહા પણ જોડાઈ ગયાં છે. આ અગાઉ યશરાજ ફિલ્મ્સનાં સ્ટુડિયોમાં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વર્કર્સને વૅક્સિન આપવામાં આવી હતી. બીજી તરફ સાજિદ નડિયાદવાલાએ પણ ૫૦૦ કર્મચારીઓ અને તેમના પરિવારોને વૅક્સિન અપાવી છે. ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ અસોસિએશન અને સ્ક્રીન રાઇટર્સ અસોસિએશને પણ વૅક્સિન આપવાની જાહેરાત કરી છે. વૅક્સિન વિશે ટ્વિટર પર ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ ઍનલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું હતું કે ‘રાજકુમાર હીરાણી, કરણ જોહર અને પ્રોડ્યુસર મહાવીર જૈન સાથે મળીને વૅક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરશે. તેઓ મીડિયા અને મનોરંજન જગતના સદસ્યોને ફ્રીમાં વૅક્સિન આપશે.’

entertainment news bollywood bollywood news coronavirus covid19 covid vaccine vaccination drive karan johar rajkumar hirani