કોણ હોણાર કરોડપતિને હોસ્ટ કરશે માધુરી દીક્ષિત

12 August, 2026 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

KBCની મરાઠી આવૃત્તિમાં પહેલી વાર કોઈ મહિલા કરશે સંચાલન, ૨૪ વર્ષ પહેલાં પણ માધુરીએ એક શો હોસ્ટ કર્યો હતો

માધુરી દીક્ષિત

કૌન બનેગા કરોડપતિ (KBC)ની મરાઠી આવૃ​ત્તિની નવી સીઝનમાં હોસ્ટ તરીકે માધુરી દીક્ષિત જોવા મળશે. ‘કોણ હોણાર કરોડપતિ’ માટે પહેલી જ વાર કોઈ મહિલાની પસંદગી કરવામાં આવી છે. આ મરાઠી શોની થીમ આ વખતે ‘આતા ખેળ બદલણાર’ રાખવામાં આવી છે. ૫૯ વર્ષની માધુરી આ અગાઉ ૨૪ વર્ષ પહેલાં અરેન્જ્‍ડ મૅરેજને લગતા એક રિયલિટી શો ‘કહીં ન કહી કોઈ હૈ’ને હોસ્ટ કરી ચૂકી છે.

kaun banega crorepati madhuri dixit entertainment news mumbai maharashtra