અક્ષય કુમાર સાથે વિદ્યા બાલનની ફિલ્મનું નામ રખાયું રામ ઔર શ્યામ

06 April, 2026 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મહિનાના અંતે કર્જતમાં ફિલ્મનું બીજું શેડ્યુલ શરૂ થવાનું છે

ફાઇલ તસવીર

થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે અક્ષય કુમાર અને વિદ્યા બાલન હવે ડિરેક્ટર અનીસ બઝ્મીની કૉમેડી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. હવે આ ફિલ્મનું નામ જાહેર થયું છે. રિપોર્ટ્સ મુજબ અનીસ બઝ્મી અને અક્ષય કુમારની આ નવી ફિલ્મનું નામ ‘રામ ઔર શ્યામ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦ જાન્યુઆરીથી મુંબઈમાં શરૂ થયું હતું અને હવે આ મહિનાના અંતે કર્જતમાં એનું બીજું શેડ્યુલ શરૂ થવાનું છે. અક્ષય કુમાર સાથે વિદ્યા બાલન અગાઉ ‘હે બેબી’, ‘ભૂલભુલૈયા’ અને ‘મિશન મંગલ’માં સાથે કામ કરી ચૂક્યાં છે. 

akshay kumar vidya balan anees bazmee upcoming movie karjat mumbai entertainment news bollywood bollywood news