18 September, 2026 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
આજે શબાના આઝમીની ૭૬મી વર્ષગાંઠ છે. શબાના અને પતિ જાવેદ અખ્તરે જન્મદિવસના બે દિવસ પહેલાં બુધવારે પોતાના નજીકના મિત્રો માટે ઘરે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં મનીષ મલ્હોત્રા, રિચા ચઢ્ઢા, દિયા મિર્ઝા, બોની કપૂર, ફરહાન અખ્તર અને તેની પત્ની શિવાની દાંડેકર તેમ જ અનિલ કપૂર હાજર રહ્યાં હતાં. આ પાર્ટીમાં વિદ્યા બાલને ખાસ ધ્યાન ખેંચ્યું હતું. તે પોતાના પતિ અને ફિલ્મનિર્માતા સિદ્ધાર્થ રૉય કપૂર સાથે પહોંચી હતી અને બન્નેએ ઑલ-બ્લૅક લુકમાં ટ્વિનિંગ કર્યુ હતું.