રીરિલીઝ થઈ રહી છે તેરે નામ, દેવદાસ અને યુવા

01 February, 2026 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાન અને ભૂમિકા ચાવલાની ‘તેરે નામ’ ૨૭ ફેબ્રુઆરીએ રીરિલીઝ થવાની છે

ફેબ્રુઆરીમાં રીરિલીઝ થઈ રહી છે આ ફિલ્મો - યુવા, દેવદાસ, તેરે નામ

સલમાન ખાન અને ભૂમિકા ચાવલાની ટ્રૅજિક લવસ્ટોરી ‘તેરે નામ’ ૨૦૦૩માં રિલીઝ થઈને સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ હવે લગભગ ૨૩ વર્ષ પછી ૨૭ ફેબ્રુઆરીએ રીરિલીઝ થવાની છે. ‘તેરે નામ’માં સલમાનના અભિનયને તેની કરીઅરના શ્રેષ્ઠ અભિનયમાંનો એક માનવામાં આવે છે. આ ફિલ્મમાં સલમાને ભજવેલા રાધેના રોલને આજે પણ તેના ફૅન્સ યાદ કરી રહ્યા છે.

સંજય લીલા ભણસાલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘દેવદાસ’ ૨૦૦૨માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં શાહરુખ ખાને ‘દેવદાસ’નું, ઐશ્વર્યા રાયે પારોનું અને માધુરી દીક્ષિતે ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મને રિલીઝ થયાને લગભગ ૨૪ વર્ષ થઈ ગયાં હોવા છતાં આજે પણ ‘દેવદાસ’ દર્શકોનાં દિલોમાં વસેલી છે. હવે આ ક્લાસિક ફિલ્મ ૬ ફેબ્રુઆરીએ રીરિલીઝ થશે.

અજય દેવગન, અભિષેક બચ્ચન અને વિવેક ઑબેરૉયને લીડ રોલમાં ચમકાવતી ૨૦૦૪માં રિલીઝ થયેલી મણિરત્નમની ‘યુવા’ પણ ૨૦ ફેબ્રુઆરીએ રીરિલીઝ થવાની છે.

devdas Shah Rukh Khan madhuri dixit aishwarya rai bachchan sanjay leela bhansali Salman Khan tabu satish kaushik ajay devgn abhishek bachchan vivek oberoi mani ratnam entertainment news bollywood bollywood news