✕

બૉડી-શૅમિંગ કરનારાઓને આપ્યો વિદ્યા બાલને જડબાતોડ જવાબ

15 October, 2026 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કરતા રહો છો તો AIની મદદથી બાળકો પેદા કરાવી લો. પ્રેગ્નન્સી બાદ મહિલાઓના શરીરમાં અનેક હૉર્મોનલ ફેરફારો થાય છે. કોઈના શારીરિક દેખાવની મજાક ઉડાવવાનો કે તેને ટ્રોલ કરવાનો અધિકાર તમને કોઈએ આપ્યો નથી.

વિદ્યા બાલન

કહ્યું કે જો મહિલાઓના વજન વધવાથી આટલી જ તકલીફ હોય તો AIથી બાળકો પેદા કરાવી લો

સોશ્યલ મીડિયા પર સેલિબ્રિટીઝનું બૉડી-શૅમિંગ કરવામાં આવે છે અને તેમના વજનને લઈને ટ્રોલ કરવામાં આવે છે. તાજેતરમાં કૅટરિના કૈફને પ્રેગ્નન્સી બાદ વધેલા વજનને લઈને ઇન્ટરનેટ પર ભારે ટ્રોલ કરવામાં આવી હતી. ઐશ્વર્યા રાયના રૅમ્પ-વૉક બાદ પણ ઇન્ટરનેટ પર આવી જ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. આ બધાની વચ્ચે સલમાન ખાને ‘બિગ બૉસ’ની લેટેસ્ટ સીઝનમાં ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. હવે વિદ્યા બાલને પણ આ મુદ્દે અવાજ ઉઠાવીને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. 


આ મામલે વાત કરતાં વિદ્યાએ કહ્યું હતું કે ‘આ કેટલી વાહિયાત વાત છે. જે લોકો બીજાની નિંદા કરે છે તેમણે પોતે અરીસામાં જોવું જોઈએ. સૌથી મોટી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક તેઓ પોતાનાથી જ નાખુશ છે અને તેમનામાં જ કોઈ ખામી છે એટલે તેઓ બીજાઓમાં ખામીઓ શોધે છે. બીજી વાત, જો તેમને એટલી જ તકલીફ હોય કે મહિલાઓ બાળકોને જન્મ આપ્યા બાદ જાડી થઈ જાય છે તો પછી તમે જે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કરતા રહો છો તો AIની મદદથી બાળકો પેદા કરાવી લો. પ્રેગ્નન્સી બાદ મહિલાઓના શરીરમાં અનેક હૉર્મોનલ ફેરફારો થાય છે. કોઈના શારીરિક દેખાવની મજાક ઉડાવવાનો કે તેને ટ્રોલ કરવાનો અધિકાર તમને કોઈએ આપ્યો નથી.’

vidya balan katrina kaif aishwarya rai bachchan Salman Khan social media ai artificial intelligence bollywood news bollywood gossips bollywood entertainment news