સોનુ સૂદનો આભાર માન્યો માહી વિજે

09 June, 2021 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાને કારણે તેના ભાઈનું મૃત્યુ થયું હતું જેને માટે બેડની વ્યવસ્થા સોનુએ કરી હતી

માહી વિજ, સોનુ સૂદ

માહી વિજના ભાઈનું મૃત્યુ કોરોનામાં થયું છે. તેના ભાઈનું મૃત્યુ પાંચમી જૂને થયું હતું. તે કોરોનાનો શિકાર થયો હતો અને તેને હૉસ્પિટલમાં બેડ માટે સોનુ સૂદે મદદ કરી હતી. આ વિશે ઇન્સ્ટાગ્રામ પર માહી વિજે કૅપ્શન આપી હતી, ‘મારા ભાઈ માટે બેડની વ્યવસ્થા કરવા માટે સોનુ સૂદનો આભાર માનું છું. એક સમય એવો આવ્યો હતો જ્યારે મારી પાસે કશી હિમ્મત નહોતી બચી, પરંતુ તેણે મારામાં આશા જગાવી હતી. મને એવી આશા હતી કે તું જ્યારે સત્ય સામે લડી રહ્યો હશે ત્યારે મારો ભાઈ ઘરે આવી જશે. તારા દ્વારા આપવામા આવેલી સ્ટ્રેન્ધ, તું જે દિલથી મદદ કરી રહ્યો હતો એ, તારી હિમ્મત અને તારા દ્વારા આપવામાં આવેલી પૉઝિટિવિટી, દુનિયાના ઘણા લોકોને તું જે મદદ કરી રહ્યો છે એ માટે હું હંમેશાં તારી આભારી રહીશ. મારા ભાઈને તમારો ભાઈ સમજીને તેને ટ્રીટ કરવા બદલ ગૌરવ અને કેતુલનો પણ આભાર. દરરોજ મારા ભાઈને વિડિયો મોકલીને તેની હેલ્થનું ચેકઅપ લેવા બદલ હું ભારતી સિંહનો પણ આભાર માનું છું.’

coronavirus covid19 entertainment news television news indian television mahhi vij sonu sood