જ્યોતિષમાં માનતા હો તો જાણવા જેવું છે

06 May, 2025 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૩ જુલાઈથી શનિ મહારાજ થશે વક્રી, ૧૩૮ દિવસ સુધીની વક્રી ચાલ ત્રણ રાશિઓને ફાયદો કરાવશે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય પંચાંગ અનુસાર ન્યાયના દેવતા ગણવામાં આવતા શનિ મહારાજ ૨૦૨૫ની ૧૩  જુલાઈથી સવારે ૯.૩૬ વાગ્યે વક્રી થશે અને ૨૮ નવેમ્બરે સવારે ૯.૨૦ વાગ્યા સુધી તેઓ વક્રી રહેશે. આમ આ ૧૩૮ દિવસો સુધીની શનિ મહારાજની વક્રી ચાલ ત્રણ રાશિઓને ઘણો ફાયદો કરાવશે એમ જાણવા મળે છે.

વૃષભ રાશિ

શનિ ગ્રહ વક્રી થવાના કારણે આ રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે. આ રાશિના લોકોનું ભાગ્ય ખૂલી જશે, તેમનાં જે કામ અટકી પડ્યાં હતાં એ થવા લાગશે અને નાણાંનો વરસાદ થશે. આ રાશિના જાતકોને મહેનતનું આખું ફળ મળશે. નવી નોકરી મળવાના ચાન્સ છે અને યાત્રાથી ઘણો લાભ થશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને પણ શનિ ગ્રહના વક્રી થવાથી લાભ થશે. તેઓ જે કામમાં હાથ નાખશે એમાં સફળતા મળશે. લક્ષ્મીમાતા તેમના પર મહેરબાન થશે. આર્થિક સ્થિતિ પહેલાંથી સારી થશે અને મકાન ખરીદવાનું સપનું પૂરું થશે. ઑફિસમાં આ રાશિના જાતકોના કામની જોરદાર પ્રશંસા થશે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે આ સમય ઘણો અનુકૂળ સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરી અને વેપારમાં ઘણો લાભ થશે. બિઝનેસમાં ઘણો નફો થશે. યાત્રા સુખદ સાબિત થશે. વિદેશમાં નોકરી મેળવવાનું સપનું પણ પૂરું થઈ શકશે. પારિવારિક માહોલ પણ સુધરશે.મમાં અલગ કેન્દ્રમાં આ પરીક્ષા આપી હતી.

સરિતાને MBBSની ડિગ્રી મેળવવી હતી અને એ તેનું વર્ષોનું સપનું છે. ૨૦૦૭માં તે બૅચલર ઑફ સાયન્સ (BSc)-નર્સિંગનો અભ્યાસ કરી રહી હતી ત્યારે લગ્નને કારણે તેણે છેલ્લા વર્ષમાં અભ્યાસ છોડવો પડ્યો હતો. ત્યાર બાદ બે દીકરીઓના ઉછેરને કારણે તેનો અભ્યાસ છૂટી ગયો. તેનો પતિ ભુક્યા કિશન પણ RMP છે. જ્યારે દીકરી કાવેરીએ MBBS કોર્સમાં ઍડ્મિશન માટે NEETની પરીક્ષાની તૈયારી શરૂ કરી ત્યારે સરિતાએ પણ NEET માટેની તૈયારી શરૂ કરી હતી. સરિતાના પતિએ પણ તેને આ પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહન આપ્યું હતું. NEETની પરીક્ષા મા અને દીકરી સાથે આપતાં હોય એવો આ અનોખો કેસ બની રહ્યો હતો. આ કેસ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે મહિલા સશ​ક્તીકરણની વિકસતી ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે.

astrology national news news life and style mumbai mumbai news