હાથનાં કર્યાં હૈયે વાગી રહ્યાં છે,વાઇરસના જન્મદાતા ચીનમાં પહોંચ્યો ઇન્ડિયન વેરિઅન્ટ

01 June, 2021 02:10 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનના સૌથી વધુ વસ્તી ધરાવતા ગ્વાંગડોન્ગ પ્રાંતમાં સૌપ્રથમ ભારતમાં દેખાયેલો કોરોના વાઇરસના ઇન્ડિયન વેરિઅન્ટનો એક કેસ મળી આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

ચીનના સૌથી વધુ વસ્તી ધરાવતા ગ્વાંગડોન્ગ પ્રાંતમાં સૌપ્રથમ ભારતમાં દેખાયેલો કોરોના વાઇરસના ઇન્ડિયન વેરિઅન્ટનો એક કેસ મળી આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. પરિણામે ચીનની સરકારે ત્યાં અત્યંત કડક નિયંત્રણો લાદ્યાં હતાં. ઘણા લોકોની ટેસ્ટ કરવામાં આવી રહી છે. ભારતમાં મળી આવેલો આ વેરિઅન્ટ અત્યંત ચેપી છે જેને જોતાં આ તકેદારી લેવામાં આવી રહી છે. જગતભરમાં ચર્ચા છે કે કોરોના વાઇરસ ૨૦૧૯ના છેવટના ભાગમાં ચીનના વુહાન શહેરની એક લૅબોરેટરીમાંથી લીક થયો હતો અને પછી ધીમે-ધીમે વિશ્વભરમાં મહામારી ફેલાઈ હતી.દરમ્યાન ગ્વાંગડોન્ગમાં કોવિડ-19ના નવા ૨૦ કેસ નોંધાતાં તંત્ર સાબદું થઈ ગયું છે. આ મિનિ-મહામારીને પગલે સંબંધિત વિસ્તારોમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.દરમ્યાન એક અહેવાલ મુજબ નફ્ફટ ચીને આક્ષેપ કર્યો છે કે ભારતથી કોવિડનો વેરિઅન્ટ આવવાને કારણે જ એના પ્રાન્તમાં કોવિડ-19ની મહામારી ફરી પ્રસરવા લાગી છે. 

china beijing coronavirus covid19 covid vaccine vaccination drive