ચીને ત્રણ વર્ષથી મોટી ઉંમરનાં બાળકો માટે કોવિડ વૅક્સિનને મંજૂરી આપી

07 June, 2021 02:10 PM IST  |  Beijing | Agency

ચીને ત્રણથી ૧૭ વર્ષની વયનાં બાળકો માટે ચીની કંપની સાઇનોવેક દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિડ-19 વૅક્સિન કોરોનાવેકના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હોવાનું કંપનીના ચૅરમૅન યીન વેઇડોંગે જણાવ્યું હતું. 

પ્રતીકાત્મક તસવીર

ચીને ત્રણથી ૧૭ વર્ષની વયનાં બાળકો માટે ચીની કંપની સાઇનોવેક દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિડ-19 વૅક્સિન કોરોનાવેકના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હોવાનું કંપનીના ચૅરમૅન યીન વેઇડોંગે જણાવ્યું હતું. 

જોકે વૅક્સિન ક્યારે ઇમર્જન્સી ઉપયોગમાં લેવામાં આવશે અને કયા વયજૂથનાં બાળકોને આપવામાં આવશે તેનો નિર્ણય લેવાનો હજી બાકી છે એમ તેઓએ જણાવ્યું હતું.

સાઇનોવેકે હાલમાં જ આ વયજૂથના સેંકડો વોલન્ટિયર્સ પર વૅક્સિનેશનના ક્લિનિકલ રિસર્ચના પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણો પૂરાં કર્યાં છે અને આ રસી પુખ્ત વયના લોકોની રસીની જેમ જ બાળકો માટે અસરકારક પુરવાર થઈ છે.

beijing china coronavirus covid19 covid vaccine vaccination drive