Mumbai: પથારીવશ 602 લોકોને કોવિડ-19ની વેક્સિન મૂકવામાં આવી-કૉર્ટમાં BMCએ કહ્યું

05 August, 2021 05:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બુધવાર સુધી પથારીવશ 602 લોકોને તેમના ઘરે જઈને વૅક્સિનના ડૉઝ આપવામાં આવ્યા. એક ડૉક્ટર અને એક નર્સની ટીમ એમ્બ્યુલેન્સની સાથે રજિસ્ટ્રેશન કરાવેલા લોકોને ઘરે જાય છે અને તેમને વૅક્સિનનો ડૉઝ આપવામાં આવે છે.

તસવીર સૌજન્ય AFP

BMCએ ગુરુવારે બૉમ્બે હાઇકૉર્ટને જણાવ્યું કે પથારીવશ 4,715 લોકોએ અત્યાર સુધી કોવિડ-19 વેક્સિન માટે રજિસ્ટર કરાવ્યું છે અને તેમાંથી 6-2 લોકોને તેમના ઘરે જઈને વેક્સિનના ડૉઝ આપવામાં આવ્યા છે.
બીએમસી તરફથી રજૂ વકીલ અનિલ સખારેએ મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્ત અને ન્યાયમૂર્તિ જી એસ કુલકર્ણીની ખંડપીઠને કહ્યું કે લોકોની સામે ફક્ત એક તકલીફ છે કે ડૉક્ટર પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું.

બીએમસીએ પથારીવશ લોકોને વેક્સિનેશનનું અભિયાન 30 જુલાઇના શરૂ કર્યું.

સખારેએ કૉર્ટને જણાવ્યું કે ચાર ઑગસ્ટ સુધી નગર નિકાયને ઘરે વેક્સિન મૂકાવવા માટે 4,715 લોકોએ રજિસ્ટ્રેશન કર્યું. તેમણે જણાવ્યું કે, "બુધવાર સુધી પથારીવશ 602 લોકોને તેમના ઘરે જઈને વૅક્સિનના ડૉઝ આપવામાં આવ્યા. એક ડૉક્ટર અને એક નર્સની ટીમ એમ્બ્યુલેન્સની સાથે રજિસ્ટ્રેશન કરાવેલા લોકોને ઘરે જાય છે અને તેમને વૅક્સિનનો ડૉઝ આપવામાં આવે છે."

તેમણે જણાવ્યું કે લોકોની માત્ર એક જ તકલીફ છે કે તેમણે એક ડૉક્ટર પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું હોય છે જેમાં કહેવામાં આવ્યું હોય કે જે વ્યક્તિને વૅક્સિન મૂકાવવી હોય તે પથારીવશ છે અથવા આગામી છ મહિના સુધી નહીં ચાલી શકે તેમજ આ વ્યક્તિ વૅક્સિનના ડૉઝ લેવા માટે ફિટ છે.

રાજ્ય સરકાર તરફથી રજૂ થયેલા મહાધિવક્તા આશુતોષ કુમ્ભકોણીએ પથારીવશ અને ચાલવા-ફરવામાં અક્ષમ લોકો માટે કોવિડ-19 વૅક્સિનેશનની સરકારની નીતિ કૉર્ટને સોંપી.

કૉર્ટ વકીલ ધૃતિ કપાડિયા અને કુનાલ તિવારીની જનહિત અરજી પર સુનાવણી કરી રહી છે જેમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને 75 વર્ષથી વધારેની ઉંમરના વરિષ્ઠ નાગરિકો ખાસ તો દિવ્યાંગ લોકો અને પથારીવશ લોકો માટે ઘરે-ઘરે જઈને વૅક્સિન મૂકવાનું શરૂ કરવા માટે નિર્દેશ આપવાની ભલામણ કરવામાં આવી.

Mumbai mumbai news coronavirus covid vaccine covid19