Mumbai: વૅક્સિનનો બીજો ડૉઝ મૂકાવવા ન પહોંચ્યા 50 હજારથી વધારે લોકો...

10 June, 2021 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઇમાં કોરોના વેક્સિનેશનની જવાબદારી વૉર્ડ ઑફિસને સોંપવામાં આવી છે, તેમણે ફોન કરીને લોકો પાસેથી માહિતી મેળવવાની છે કે આખતે તે બીજો ડૉઝ લેવા કેમ ન પહોંચ્યા.

તસવીર સૌજન્ય મિડ-ડે

બૃહન્મુંબઇ મહાનગર પાલિકા (BMC)એ મુંબઇ (Mumbai)માં એવા લોકો વિશે માહિતી મેળવવાનો એક અભિયાન શરૂ કર્યો છે, જેમણે કોવિડ-19 વૅક્સિનનો બીજો ડૉઝ નથી લીધો. બીએમસીએ પહલું ત્યારે લીધું છે જ્યારે તેમને આ વાત ધ્યાનમાં આવી કે 50,000થી વધારે લોકોના બે ડૉઝ વચ્ચેનું અંતર પૂરું થઇ ગયા પછી પણ બીજો ડૉઝ લેવા વેક્સિનેશન સેન્ટર પર નથી પહોંચ્યા.

આની જવાબદારી વૉર્ડ ઑફિસને સોંપવામાં આવી છે, તેમણે ફોન કરીને લોકો પાસેથી માહિતી મેળવવાની છે કે બીજો ડૉઝ લેવા માટે તે લોકો કેમ નહોતા પહોંચ્યા. સાથે જ બીએમસીએ તે લોકોને જે બીજો ડૉઝ મૂકાવા યોગ્ય છે, તેમને કોઇપણ તારીખ લીધા વગર સેન્ટર પર જઇને વૅક્સિન મૂકાવાની છૂટ પણ આપી દીધી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપૉર્ટ પ્રમાણે મુંબઇની જનસંખ્યા 93.5 લાખ છે, આમાંથી ફક્ત 8 ટકા લોકોએ અત્યાર સુધી બન્ને ડૉઝ લીધા છે. તો લગભગ 31 ટકાને કોવિડ-19 વૅક્સિનનો પહેલો ડૉઝ મૂકાઇ ગયો છે. ડૉ. શીલા જગતાપ જે શહેરના ઇમ્યૂનાઇઝેશન વિભાગના પ્રમુખ છે, તેમનું કહેવું છે કે આ તપાસવું ખૂબ જ જરૂરી છે કે બીજા ડૉઝના આંકડા આટલા ઓછા કેમ છે.

ડૉ. જગતાપનું કહેવું છે કે, "અમે એવી 7 શક્ય જગ્યાઓનું લિસ્ટ બનાવ્યું છે, જેનાથી ખબર પડશે કે કોઇ વૅક્સિન મૂકાવવા કેમ નથી આવ્યા." આમાં ગર્ભવતી થવું, કોવિડ સંક્રમણ, એક બે દિવસમાં મૂકાવાને લઈને ઉત્સુક લોકો, જેમની ખબર ન મળી હોય, જેમને વૅક્સિન મૂકાઇ ગઈ હોય પણ કોવિન પર દેખાતી ન હોય. અત્યાર સુધી એવા લોકો જેમની ખબર નથી પડી કે તેમની સંખ્યા વધારે છે. અને બીજો ડૉઝ મૂકાવવા નથી આવ્યા તેમની સંખ્યા પણ થોડી વધારે છે.

મહારાષ્ટ્ર ભારતમાં કોવિડ-19ની બીજી લહેરતી સૌથી વધારે પ્રભાવિત થનાર રાજ્ય હતું, અહીં પણ મુંબઇ સૌથી વધારે પ્રભાવિત શહેરોમાંનો એક હતો. તો મહારાષ્ટ્રમાં બુધવારે 10,989 નવા સંક્રમણના કેસ સામે આવ્યા, આની સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 59,63,880 પહોંચી ગઈ. સાથે જ 261 મૃત્યુ પણ નોંધાયા છે જેની સાથે સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં મરણાંક 1,01,833 પહોંચી ગયું છે.

રાજ્યમાં પહેલી વાર બે દિવસ પહેલા રોજ મળતા કેસની સંખ્યા 10 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. પણ 9 જૂનના ફરીથી વધીને 10થી ઉપર પહોંચી ગયા. એટલું જ નહીં બુધવારે 16,379 દર્દીઓને હૉસ્પિટલથી ડિસ્ચાર્જ પણ મળી ગયું, આની સાથે જ સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 55,97,304 થઈ છે. અને રાજ્યનો રિકવરી રેટ વધીને 95.45 પહોંચી ગયો છે તો મૃત્યુદર પણ ઘટીને 1.74 પર પહોંચ્યો છે.

મુંબઇની વાત કરવામાં આવે તો અહીં 785 નવા સંક્રમણના કેસ નોંધાયા છે. 27 લોકોના નિધન થયા. આની સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં કેસની સંખ્યા વધીને 7,12,840 અને મરણાંક 15,033 પર આવી ગયો છે.

Mumbai news Mumbai coronavirus covid vaccine covid19 brihanmumbai municipal corporation