દેશમાં ત્રીજી લહેરની દસ્તક? કેરળમાં લૉકડાઉનની સલાહ, મુંબઇમાં 30,000 બેડની તૈયારી

30 August, 2021 04:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં ખાસ તો બેડ અને ઑક્સિજન રિફિલિંગ પ્લાંટની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે. તો કેરળમાં જે પ્રમાણે સંક્રમણના કેસ વધી રહ્યા છે તેને જોતાં એક સ્વાસ્થ્ય અધિકારીએ લૉકડાઉન લાગૂ પાડવાની સલાહ આપી છે.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ત્રીજી લહેરને લઈને ચિંતા હજી વધી છે. કેરળ, મહારાષ્ટ્ર સહિત દક્ષિણના રાજ્યોમાં કોરોનાના કે વધી રહ્યા છે. કેટલાય એક્સપર્ટનો દાવો છે કે ત્રીજી લહેર સપ્ટેમ્બર કે ઑક્ટોબરમાં આવી શકે છે. આ જોતા રાજ્યોએ પોતાના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં ખાસ તો બેડ અને ઑક્સિજન રિફિલિંગ પ્લાંટની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે. તો કેરળમાં જે પ્રમાણે સંક્રમણના કેસ વધી રહ્યા છે તેને જોતાં એક સ્વાસ્થ્ય અધિકારીએ લૉકડાઉન લાગૂ પાડવાની સલાહ આપી છે.

કેરળમાં ટેસ્ટ પૉઝિટીવિટી રેટ 15થી 19 ટકાએ પહોંચ્યો
કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું કે કેરળમાં સંક્રમણ અટકાવવા માટે લૉકડાઉન સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે ત્રણ દિવસ, પહેલા કેરળમાં ટેસ્ટ પૉઝિટીવિટી રેડ 15 ટકા હતો જે હવે 19 ટકા થઈ ગયો છે. તેમણે કહ્યું લૉકડાઉન લાગૂ પાડવાથી સંક્રમણના ફેલાવાની ચેન તૂટશે જેમ દિલ્હીમાં થયું હતું. તેમણે આગળ જણાવ્યું કે કેરળમાં લૉકડાઉન લાગૂ થાય તો ત્યાં એક પખવાડિયાની અંદર સ્થિતિ સુધરી જશે.

તહેવારની સીઝન પડકારજનક, કેરળમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત
તેમણે કહ્યું, તહેવાર આવવાના છે. આને ધ્યાનમાં રાખતા કેરળમાં ખૂબ જ સમજદારીપૂર્વક કન્ટેન્મેન્ટ ઝોન બનાવવા અને લૉકડાઉન લાગૂ પાડવાનું કામ કરવાનું રહેશે. તેમણે આ સલાહ રાજ્યને પણ આપી છે. જણાવવાનું કે કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને શનિવારથી સોમવાર સુધી રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી હતી.

મહારાષ્ટ્રમાં 30 હજાર બેડની તૈયારી
મહારાષ્ટ્રની વાત કરીએ તો બીએમસીના નગર આયુક્ત સુરેશ કાકાણીએ કહ્યું કે સંભવિત ત્રીજી લહેર માટે 30,000 બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ચેમ્બૂર અને મહારાલક્ષમીમાં પણ ઑક્સિજન રિફિલિંગ પ્લાન્ટ લગાડવામાં આવશે, જેથી શહેરમાં કોવિડ દર્દીઓને ગેસની અછત ન થાય. કાકાણીએ એ પણ જણાવ્યું કે જૂદા-જૂદા મોટા મેક શિફ્ટ હૉસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ત્રીજી લહેરમાં 60 લાખ કેસનું અનુમાન
ત્રીજી લહેર દરમિયાન આખા રાજ્યમાં 60 લાખ સુધી કેસ આવવાનું અનુમાન છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ શુક્રવારે કહ્યું કે રાજ્ય સરકાર 12 ટકા સંક્રમિત લોકોને ઑક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા ત્રીજી લહેર માટે યોજના બનાવી રહી છે. આની ઉપલબ્ધતાની ક્ષમતાને વધારીને 2,000 મીટ્રિક ટન કરી દેવામાં આવી છે.

Mumbai mumbai news coronavirus covid19 covid vaccine lockdown kerala