કોરોનાનો ગ્રોથ રેટ વધુ ઘટ્યો

06 August, 2021 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં કોરોના પૉઝિટિવ કેસની સંખ્યા ૭,૩૬,૩૪૬ પર પહોંચી હતી, જ્યારે સામે પક્ષે ૩૧૫ દરદીઓ સાજા થતાં અત્યાર સુધી સાજા થનારા દરદીઓનો આંકડો ૭,૧૩,૪૭૬ પર પહોંચ્યો છે. 

કોરોનાનો ગ્રોથ રેટ વધુ ઘટ્યો

કોરોનાનો ઓવરઑલ ગ્રોથ રેટ જે મંગળવારે  ૦.૦૭ ટકા હતો એ વધુ ઘટ્યો હતો અને બુધવારે ઘટીને ૦.૦૪ થઈ ગયો છે. ૨૯ જુલાઈથી લઈને ૪ ઑગસ્ટ દરમ્યાન ઓવરઑલ કોરોના ગ્રોથ રેટ ૦.૦૪ ટકા આવ્યો છે. ગઈ કાલે મુંબઈમાં કોરોનાની ૩૪,૧૪૫ ટેસ્ટ કરાઈ હતી જેમાં ૩૨૪ વ્યક્તિનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. એ સાથે જ મુંબઈમાં કોરોના પૉઝિટિવ કેસની સંખ્યા ૭,૩૬,૩૪૬ પર પહોંચી હતી, જ્યારે સામે પક્ષે ૩૧૫ દરદીઓ સાજા થતાં અત્યાર સુધી સાજા થનારા દરદીઓનો આંકડો ૭,૧૩,૪૭૬ પર પહોંચ્યો છે. 
ગઈ કાલે મુંબઈમાં કોરોનાના કારણે ૯ જણનાં મૃત્યુ થયાં હતાં, જેમાંથી ૭ દરદીઓને આ પહેલાંથી જ કોઈ ને કોઈ બીમારી હતી. મૃતકોમાં ૬ પુરુષો હતા, જ્યારે ૩ મહિલાઓ હતી. ૬ મૃતકોની ઉંમર ૬૦ વર્ષ કરતાં વધુની હતી, જ્યારે બે મૃતકો ૪૦થી ૬૦ની ઉંમરના હતા, જ્યારે એક દરદીની ઉંમર ૪૦ વર્ષ કરતાં ઓછી હતી. મુંબઈમાં કોરોનાનો ડબલિંગ રેટ ગઈ કાલે ૧૫૯૧ દિવસ પર પહોંચ્યો હતો. 
મુંબઈમાં કોરોનાના કારણે ઍક્ટિલ કન્ટેનમેન્ટ ઝોન ધરાવતી ચાલીઓ અને ઝૂંપડપટ્ટીની સંખ્યા ગઈ કાલે ૪ રહી હતી, જ્યારે એ સામે કોરોનાને કારણે સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૪૧ હતી. ગઈ કાલે ૨૯૫૧ કોરોના હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાંથી ૭૬૩ને કોરોના કૅર સેન્ટરમાં સારવાર માટે મોકલી અપાયા હતા. 

Mumbai mumbai news coronavirus covid vaccine covid19