તળ મુંબઈની તુલનાએ ઉપનગરોમાં વધુ નવા યુવા મતદારો

25 October, 2024 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટાઉનની ૧૦ વિધાનસભા બેઠક પર ૩૮,૨૮૫ તો સબર્બ્સની ૨૬ બેઠક પર આવા ૧,૨૨,૯૧૯ મતદારો

પ્રતીકાત્મક તસવીર

લોકશાહીના ચૂંટણીપર્વમાં વધુ ને વધુ યુવાઓ સહભાગી થાય એ માટેના પ્રયાસ રાજકીય પક્ષો અને ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૧૮ વર્ષના થયેલા યુવાનોનાં નામ મતદારયાદીમાં નોંધાવવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેમાં કેટલાક અંશે સફળતા મળી છે. મુંબઈની ૩૬ વિધાનસભા બેઠકમાં કુલ ૧.૦૧ કરોડ મતદારો છે એમાં નવા ૧,૧૬,૨૦૪ (૧૮થી ૧૯ વર્ષના યુવા) મતદારોનો સમાવેશ થાય છે. ટાઉનની સરખામણીએ સબર્બ્સમાં વધુ યુવા મતદારો નોંધાયા છે. ટાઉનની ૧૦ વિધાનસભા બેઠકમાં ૩૮,૨૮૫ તો સબર્બ્સની ૨૬ બેઠકમાં આવા ૧,૨૨,૯૧૯ મતદારો હોવાનું જણાઈ આવ્યું છે. ટકાવારી જોઈએ તો ટાઉનમાં કુલ મતદારોની સરખામણીએ નવા મતદારોની સંખ્યા ૧.૬૧ ટકા અને સબર્બ્સમાં ૧.૫૮ ટકા થાય છે.

1,01,87,545- મુંબઈમાં કુલ આટલા મતદારો

76,51,406- સબર્બ્સમાં આટલા મતદારો

25,36,139-ટાઉનમાં આટલા મતદારો

maharashtra assembly election 2024 maharashtra political news maharashtra news mumbai mumbai news news