મુંબઈમાં કોરોનાના નવા કેસ સામે રિકવરીમાં ઘટાડો રહ્યો કાયમ

13 June, 2021 10:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શહેરમાં ગઈ કાલે ૨૯,૧૭૪ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૨.૫૧ ટકાના દરે ૭૩૩ ટેસ્ટ પૉઝિટિવ આવી હતી.

ફાઈલ તસવીર

શહેરમાં ગઈ કાલે ૨૯,૧૭૪ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૨.૫૧ ટકાના દરે ૭૩૩ ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે પણ ૧૮ દરદીએ દમ તોડ્યો હતો, જેમાં ૪ દરદી ૪૦ વર્ષથી નાની ઉંમરના, ૫ દરદી ૪૦થી ૬૦ વર્ષની વચ્ચેના અને ૯ દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૫,૧૬૪ થયો છે. ગઈ કાલના ૭૩૨ દરદી મળીને અત્યાર સુધી મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૧૫,૮૭૯ કેસમાંથી ૬,૮૨,૬૭૮ દરદી રિકવર થયા છે. કુલ નોંધાયેલા દરદીમાંથી રિકવરી ૯૫ ટકા યથાવત્‌ કાયમ રહી છે. ગઈ કાલે નવા કેસની સામે રિકવરી ઓછી થવાથી શહેરમાં ઍક્ટિવ કેસનો આંકડો ૧૫,૭૯૮ થયો હતો. કેસ ડબલિંગનો દર વધીને ૬૩૩ દિવસ થયો છે. ઍક્ટિવ સ્લમ અને બેઠી ચાલની સંખ્યા ઘટીને ૨૧ થઈ છે. એની સામે પાંચથી વધુ કેસ નોંધાતાં સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા વધીને ૯૫ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૧૭૦ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૮૪૨ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા. 

mumbai mumbai news maharashtra coronavirus covid19