રાજ્યના ચીફ સેક્રેટરીએ રસીકરણ ઝુંબેશના ૧૦ મહિના પછી લીધો રસીનો પહેલો ડોઝ

05 December, 2021 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આટલી મોડી રસી લેવા બદલ પોતાનો બચાવ કરતાં તેમણે કહ્યું હતું કે મને રસી વિશે કોઈ દ્વેષ નહોતો, પણ આ મારો અંગત નિર્ણય હતો

દેબાશિષ ચક્રબર્તી

દેશમાં કોરોનાની રસીકરણ ઝુંબેશ શરૂ થયાને ૧૦ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે ત્યારે છેક હવે રાજ્યના ૫૯ વર્ષના ઍકટિંગ ચીફ સેક્રેટરી દેબાશિષ ચક્રબર્તીએ ગુરુવારે રસીનો પહેલો ડોઝ લીધો હોવાનું એક મેડિકલ ઑફિસરે ગઈ કાલે જણાવ્યું હતું. આટલી મોડી રસી લેવા બદલ પોતાનો બચાવ કરતાં તેમણે કહ્યું હતું કે મને રસી વિશે કોઈ દ્વેષ નહોતો, પણ આ મારો અંગત નિર્ણય હતો. મેડિકલ ઑફિસરે જણાવ્યા અનુસાર ૨૨ ડિસેમ્બરથી શરૂ થતા વિધાનસભાના શિયાળુ સત્રમાં હાજર રહેવા માટે તેમણે રસી લીધી હતી. વિધાનસભાના શિયાળુ સત્રમાં હાજર રહેવા માટે રસીકરણ ફરજિયાત છે. 

mumbai mumbai news coronavirus covid19 covid vaccine vaccination drive