✕

મહારાષ્ટ્રમાં રૅપિડોની બાઇક-ટૅક્સી પર કાયમી પ્રતિબંધ મૂકવાની માગણી

20 October, 2026 03:07 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરનારો એક આરોપી રૅપિડોનો ડ્રાઇવર નીકળ્યો એટલે મહારાષ્ટ્ર લેબર સભા લાલઘૂમ : ડ્રાઇવરો-મુસાફરોના વેરિફિકેશન અને ટૅક્સ-ચોરી સામે રાજ્યવ્યાપી આંદોલન અને હડતાળની ચીમકી આપી

પ્રતીકાત્મક તસવીર

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરનારો એક આરોપી રૅપિડોનો ડ્રાઇવર નીકળ્યો એટલે મહારાષ્ટ્ર લેબર સભા લાલઘૂમ : ડ્રાઇવરો-મુસાફરોના વેરિફિકેશન અને ટૅક્સ-ચોરી સામે રાજ્યવ્યાપી આંદોલન અને હડતાળની ચીમકી આપી

ઍપ-આધારિત કૅબ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં ટ્રેડ યુનિયનો અને હિતધારકોએ મહારાષ્ટ્રમાં રૅપિડોની બાઇક ટૅક્સી કામગીરી સામે ઉચ્ચ સ્તરની તપાસની માગણી કરી છે તેમ જ ગેરકાયદે ચાલતી આ તમામ સર્વિસ પર સદંતર પ્રતિબંધ મૂકવા દબાણ કર્યું છે. યુનિયનોએ ડ્રાઇવરો અને પ્રવાસીઓના વેરિફિકેશન, 
ટૅક્સ-પારદર્શિતા તેમ જ જાહેર સલામતી વિશે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરીને રાજ્યવ્યાપી આંદોલન અને એક દિવસની પ્રતીક હડતાળ પર ઊતરવાની ચીમકી આપી છે.
ટાઇગર શ્રોફ પર થયેલા ગોળીબારના કેસમાં પકડાયેલા શકમંદોમાંનો એક અંધેરીસ્થિત રૅપિડો બાઇક ટૅક્સી-ડ્રાઇવર હોવાનું પ્રાથમિક પોલીસ-તપાસમાં સામે આવ્યા બાદ આ વિરોધ વકર્યો છે.

રૅપિડોનો ખુલાસો
કંપનીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ટાઇગર શ્રોફ અને તેમની ટીમ સાથે બનેલી આ ઘટના વિશે અમે અત્યંત ચિંતિત છીએ અને તેઓ સુરક્ષિત હોવાથી અમે રાહત અનુભવીએ છીએ. અમે તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. મીડિયા અહેવાલોમાં રૅપિડો પ્લૅટફૉર્મ પર કૅપ્ટન તરીકે રજિસ્ટર્ડ એક વ્યક્તિનો ઉલ્લેખ થઈ રહ્યો છે એ વિશે અમે વાકેફ છીએ. આ માણસ ૧૪ ઑક્ટોબર પછી અમારા પ્લૅટફૉર્મ પર કૅપ્ટન તરીકે સક્રિય નહોતો. દેશની વિશાળ ગિગ ઇકૉનૉમીમાં સામાન્ય રીતે જોવા મળે છે એમ આવી વ્યક્તિઓ એકસાથે અનેક પ્લૅટફૉર્મ સાથે જોડાયેલી હોય છે. ઘટનાના દિવસે આ વ્યક્તિએ ડ્રાઇવર તરીકે નહીં પરંતુ માત્ર એક ગ્રાહક તરીકે રૅપિડોની સર્વિસનો ઉપયોગ કર્યો હતો.’

mumbai news mumbai tiger shroff maharashtra news maharashtra bollywood buzz bollywood news bollywood entertainment news andheri rajendra aklekar