મુંબઈમાં કોરોનાની પૉઝિટિવિટી એક ટકાની અંદર જવાની સાથે સોસાયટીમાં કેસ ઘટ્યા

20 October, 2021 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટિવ કેસનો આંકડો ઘટીને ૪,૬૫૦ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્‌ રહી છે. કેસ ડબલિંગનો દર વધારા સાથે ૧,૨૮૦ દિવસ થયો છે.

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં ગઈ કાલે ૩૪,૪૨૮ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાં ૦.૯૦ ટકા પૉઝિટિવિટી સાથે ૩૧૩ કેસ નોંધાયા હતા. ગઈ કાલે મુંબઈમાં વધુ ૪ દરદીનાં મૃત્યુ થયાં હતાં. એમાં એક દરદી ૪૦થી ૬૦ વર્ષનો હતો તો ૩ દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૧૮૮ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે ૫૧૧ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૫૧,૪૯૪ કેસમાંથી ૭,૨૮,૧૩૮ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો ઘટીને ૪,૬૫૦ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્‌ રહી છે. કેસ ડબલિંગનો દર વધારા સાથે ૧,૨૮૦ દિવસ થયો છે. ગઈ કાલે એકેય સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ચારના ઘટાડા સાથે ૪૬ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૨,૬૯૬ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૩૮ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.

Mumbai mumbai news coronavirus covid vaccine covid19