કોરોનાના કેસો ઘટ્યા પંરતુ મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 4002 લોકોના મોત

12 June, 2021 11:36 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 84,332 કેસો નોંધાયા છે, જ્યારે 4002 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

તસવીર: સૌજન્ય PTI

કોરોના વાઈરસની ઘાતકી અને જોખમી બનેલી બીજી લહેરમાં પાંચ દિવસથી 1 લાખ કરતાં ઓછા કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. પરંતુ મૃતકોની સંખ્યામાં વધારો થયો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં નવાં 84,332 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે મોતનો આંકડો 4 હજારને પાર પહોંચ્યો છે. 

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 84,332 કેસો નોંધાયા છે. જ્યારે 4002 લોકોના મોત થયા છે. શુક્રવારે 1,21,311 લોકો ડિસ્ચાર્જ થયા છે. 

કોરોનાના કેસોમાં હવે ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે 1 દિવસમાં કોરોનાના કેસો 4 લાખે પહોંચ્યા હતાં. તેની સરખામણીમાં હાલ ઘણી રાહત છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 2,93,59,155 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.આ સાથે જ મૃત્યુઆંક 3,67,081 પર પહોંચ્યો છે. હાલ એક્ટિવ કેસોની સંખ્યા 10,80,690 છે. 

સંક્રમણથી ધ્યાને રાખી વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 24 કરોડ 96 લાખ કરતાં પણ વધારે લોકોને રસી આપવામાં આવી છે. 

12 જૂનના રોજ  દેશમાં કોરોનાના આંકડા

છેલ્લાં 24 કલાકમાં નવા કેસ:  84,332
છેલ્લા 24 કલાકમાં મોત: 4002
છેલ્લા 24 કલાકમાં રિકવર કેસ: 1,21,311
અત્યાર સુધીમાં કુલ કેસ: 2,93,59,155
અત્યાર સુધી રિકવર કેસ: 2,79,11,384
અત્યાર સુધીમાં કુલ મોત: 3,67,081
હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 10,80,690
 

national news covid19 covid vaccine coronavirus