વૅક્સિન પર નથી ઘટ્યું GST, રેમડેસિવિર સહિત કોરોનાની દવા અને ઉપકરણોમાં રાહત

12 June, 2021 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના વાયરસની વૅક્સિન પર પાંચ ટકા ટેક્સ જળવાયલ રહેશે. GST (GST Council Meeting)માં મંત્રીમંડળની ભલામણ માન્ય કરવામાં આવી છે.

નિર્મલા સીતારમણ (ફાઇલ ફોટો)

નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે (શનિવારે) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 44મી બેઠક થઈ. વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા આ બેઠક થઈ. બેઠકમાં કેન્દ્રીય નાણાંમંત્રી અનુરાગ ઠાકુર, કેટલાય રાજ્યોના નાણાં મંત્રી અને કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારી હાજર હતા. નાણાંમંત્રીએ કહ્યું, "આ મીટિંગ ફક્ત એક મુદ્દા પર બોલાવવામાં આવી હતી, GOMના રિપૉર્ટ 6 તારીખે અમને સોંપવામાં આવ્યો. આ રિપૉર્ટ કોવિડ 19ની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર બનાવવામાં આવ્યો હતો."

નિર્મલા સીતારમણે કહ્યું, અમે આ રિપૉર્ટનો સ્વીકાર કર્યો છે. આમાં ફક્ત ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે. બીજું અમે ઇલેક્ટ્રિક ઉપકરણો, જે ક્ષમાદાનમાં ઉપયોગ કરવામાં આવે છે, તેના પર GOMની ભલામણ જે 12 ટકા હતી. તેને અમે 5 ટકા કરી દીધું છે. કોરોના વાયરસ વેક્સિન પર જીએસટી 5 ટકા જ રહેશે.

તેમણે જણાવ્યું, "એમ્બ્યુલેન્સ પર જીએસટી 28થી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યું છે. ઑક્સીમીટર પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યું છે. ઑક્સિજન કોન્સન્ટ્રેટર પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. બ્લેક ફંગસની દવા પર કોઇપણ ટેક્સ નહીં હોય. વેન્ટિલેટર પર પણ જીએસટી ઘટાડીને 12થી 5 ટકા કરવામાં આવ્યું છે. કોરોના દર્દીઓની સારવામાં કામ આવતી દવા રેમડેસિવિર પરથી પણ ટેક્સ ઘટાડીને 12માંથી 5 ટકા કરવામાં આવ્યું."

તેમણે જણાવ્યું કે બ્લેક ફંગસ (Black Fungus)ના ઇન્જેક્શન અને ટોસિલિજુમાબ, જેના પર પહેલા 5 ટેક્સ હતું, તેના પરથી ટેક્સ ખસેડી લેવામાં આવ્યું છે. રેમડેસિવિર પર ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યું છે.

national news coronavirus covid vaccine covid19 nirmala sitharaman