ચીની વૈજ્ઞાનિકોને ચામાચિડીયામાં નવા પ્રકારના કોરોનાવાયરસના મળ્યા નમૂના: રિપૉર્ટ

12 June, 2021 07:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચીની સંશોધકોએ જણાવ્યું કે તેમણે એક તપાસ દરમિયાન ચામાચિડીયામાં નવા પ્રકારના કોરોનાવાયરસના નમૂના મળ્યા છે.

ફાઇલ ફોટો

COVID-19ની ઉત્પત્તિની તપાસ માટે નવેસરથી શરૂ કરવાની કવાયત વચ્ચે, ચીની સંશોધકોએ જણાવ્યું કે તેમણે તપાસ દરમિયાન ચામાચિડીયામાં નવા પ્રકારના કોરોનાવાયરસના નમૂના મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ચામાચિડીયામાં નવા મળેલા વાયરસમાં એક એવો વાયરસ સામેલ છે, જે આનુવંશિક રૂપે કોવિડનો બીજો સૌથી નજીકનો હોઇ શકે છે. સંશોધકોનું કહેવું છે કે દક્ષિણ-પશ્ચિમી ચીનમાં તેમની શોધ પરથી ખબર પડે છે કે ચામાચિડીયામાં કેટલા કોરોનાવાયરસ હોય છે અને કેટલા લોકોમાં ફેલાવાની ક્ષમતા ધરાવે છે.

જર્નલ સેલમાં પ્રકાશિત એક રિપૉર્ટમાં, શેડોંગ વિશ્વવિદ્યાલયના ચીની સંશોધકોએ કહ્યું, "કુલ મળીને, અમે વિભિન્ન ચામાચિડીયા પ્રજાતિઓથી 24 નવા કોરોનાવાયરસ જીનોમ એકઠા કર્યા, જેમાં ચાર SARS-CoV-2 જેવા કોરોનાવાયરસ સામેલ છે."

આ નમૂના મે 2019 અને નવેમ્બર 2020 વચ્ચે નાના, જંગલમાં રહેતા ચામાચિડીયામાંથી એકઠા કર્યા હતા. સંશોધકોનું કહેવું છે કે તેમણે ચામાચિડીયામા મોંમાંથી સ્વેબ લેવાની સાથે-સાથે મૂત્ર અને મળનું પણ પરીક્ષણ કર્યું હતું.

NDTVમાં છપાયેલા રિપૉર્ટ પ્રમાણે ચીની સંશોધકો પ્રમાણે, એક વાયરસ આનુવંશિક રીતે SARD-CoV-2 વાયરસ જેવો હતો, જે હાલની મહામારીનું કારણ બન્યું છે. તેમણે કહ્યું, "આ સ્પાઇક પ્રોટીન પર આનુવંશિક અંતરને છોડીને SARS-CoV-2નો સૌથી નજીકનો સ્ટ્રેન હશે. નૉબ જેવી સંરચના, જે વાયરસ કોશિકાઓ સાથે જોડાતી વખતે વાપરે છે."

તેમણે કહ્યું, "જૂન 2020માં થાઇલેન્ડથી એકઠા કરવામાં આવેલા SARS-CoV-2 સંબંધિત વાયરસની સાથે, આ પરિણામ સ્પષ્ટ રૂપે પ્રદર્શિત કરે છે કે SARS-CoV-2 સાથે ખૂબ જ નજીકના સંબંધિત વાયરસ ચામાચિડીયાની આબાદીમાં ફેલાય છે અને કેટલાક ક્ષેત્રોમાં અપેક્ષાકૃત ઉચ્ચ આવૃતિ પર હોઇ શકે છે."

ચામાચિડીયામાં નવા કોરોનાવાયરસની શોધ WHO દ્વારા બોલાવવામાં આવેલા COVID-19ની ઉત્પત્તિની શોધ થતા આગામી ચરણ માટે સમય પર, પારદર્શી અને સાક્ષ્ય-આધારિત સ્વતંત્ર પ્રક્રિયાની વધતી માગ વચ્ચે સામે આવી છે. તાજેતરમાં જ કોવિડની ઉત્પત્તિ તરફ થતી માગ ઝડપી બની છે.

જણાવવાનું કે કોરોનાની ઉત્પત્તિ 1.5 વર્ષ પછી પણ એક રહસ્ય બનેલી છે. મહામારીનો પહેલો કેસ ચીનના વુહાનમાં સામે આવ્યો હતો. હવે અનેક દેશ અને નામી વૈજ્ઞાનિકો આ વાતની તપાસની માગ કરી રહ્યા છે કે એ શોધવામાં આવે કે ક્યાંથી સામે આવ્યો કે આ વાયરસ વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલૉજીમાંથી લીક થયો હતો.

national news coronavirus covid19 international news china