કોરોના હાંફ્યો : દૈનિક કેસ ૪ મહિનાના તળિયે

21 July, 2021 12:49 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ નવા આંકડાઓ સાથે દેશમાં સંક્રમણના કુલ મામલા વધીને ૩ કરોડ ૧૧ લાખ ૭૪ હજાર ૩૨૨ અને સાજા થનાર દરદીઓની સંખ્યા ૩ કરોડ ૩ લાખ ૫૩ હજાર ૭૧૦ થઈ ગઈ છે.

કોરોના હાંફ્યો : દૈનિક કેસ ૪ મહિનાના તળિયે

મહામારીની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે દેશમાં કોરોના વાઇરસના દૈનિક મામલામાં ગિરાવટ જોવા મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે આંકડા જાહેર કરતાં જણાવ્યું કે પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાઇરસના ૩૦,૦૯૩ નવા કેસ મળ્યા છે અને ૩૭૪ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત ગત એક દિવસમાં કોરોનાના ૪૫,૨૫૪ દરદીઓ સાજા થઈ પોતાના ઘરે પહોંચી ગયા છે. રિકવરી રેટ પણ વધીને ૯૭.૩૭ ટકા થઈ ગયો છે. આ નવા આંકડાઓ સાથે દેશમાં સંક્રમણના કુલ મામલા વધીને ૩ કરોડ ૧૧ લાખ ૭૪ હજાર ૩૨૨ અને સાજા થનાર દરદીઓની સંખ્યા ૩ કરોડ ૩ લાખ ૫૩ હજાર ૭૧૦ થઈ ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે કોરોનાના દૈનિક મામલામાં ૧૨૫ દિવસ બાદ સૌથી મોટી ગિરાવટ આવી છે, જ્યારે દેશમાં કોરોના વાઇરસના દરદીનો રિકવરી રેટ પણ સતત ગગડી રહ્યો છે અને હાલ ૯૭.૩૫ ટકા છે. રિકવરી રેટમાં તેજીના કારણે દેશમાં કોરોનાના ઍક્ટિવ કેસ ઘટીને ૪ લાખ ૬ હજાર ૧૩૦ બચ્યા છે. આ ઉપરાંત કોરોના મામલાનો પૉઝિટિવિટી રેટ ૧.૬૮ ટકા છે, જે સતત ૨૯મા દિવસે ૩ ટકાથી નીચે બનેલો છે.
ભારતમાં અત્યાર સુધીમાં ૪૦.૫ કરોડ વૅક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી ૮.૩ કરોડ લોકોને વૅક્સિનના બંને ડોઝ આપી દેવાયા છે. ભારતની કુલ ૬.૧ ટકા વસ્તીને વૅક્સિનના બંને ડોઝ મળી ગયા છે. 

national news new delhi coronavirus covid vaccine covid19