દેશમાં 100 કરોડ વેક્સિનેશનનો આંકડો પાર, PM મોદીએ કહ્યું આ...

21 October, 2021 12:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં પહોંચ્યા. જ્યાં તેમણે હેલ્થ વર્કર્સ સાથે વાતચીત કરી.

પ્રતીકાત્મક તસવીર

કોરોનાને (Coronavirus) પરાજિત કરવાની જંગમાં ભારતે (India)આજે એક મહત્વનો મુકામ હાંસલ કર્યો છે. આપણા દેશમાં આજે વેક્સિનેશનનો આંકડો 100 કરોડ (Vaccianation of 100 crore People) પાર કરી ચૂક્યો છે. 100 કરોડ ડૉઝ પૂરા થવા પર સરકાર પણ ઉત્સવ ઉજવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દિલ્હીના રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં (Reaches Delhi`s Ram Manohar Lohiya Hospital) પહોંચ્યા. જ્યાં તેમણે હેલ્થ વર્કર્સ (Health Workers) સાથે વાતચીત કરી. સાથે જ બધા રેલવે સ્ટેશન(Railway Station) , બસ ડેપો (Bus Depot) પર 100 કરોડ ડૉઝ પૂરાં થતાં જ માહિતી આપવામાં આવી અને બંદરો પર હૂટર વગાડવામાં આવ્યા. સાથે જ લાલકિલ્લા (Red Fort)પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો.

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ મંડાવિયાએ 100 કરોડ વેક્સિનેશનનો આંકડો પૂરો થયા પછી ટ્વીટ કર્યું કે વધામણી ભારતને. દૂરદર્શી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વનું આ પ્રતિફળ છે. જણાવવાનું કે કેન્દ્ર સરકાર આને એક `મહાન ઉપલબ્ધિ` તરીકે લેતા ઉત્સવની તૈયારીમાં છે. વેક્સિનના ડૉઝની સંખ્યા 100 કરોડ પૂરી થતા દેશમાં સૌથી મોટા ખાદીના તિરંગાને લાલ કિલ્લામાં લહેરાવવામાં આવશે. આ તિરંગાની લંબાઇ 225 ફૂટ અને પહોળાઇ 150 ફૂટ છે અને આનું વજન લગભગ 1400 કિલો છે. અધિકારીએ જણાવ્યું કે આ તિરંગો 2 ઑક્ટોબર ગાંધી જયંતીના અવસરે લેહમાં ફરકાવવામાં આવ્યો હતો.

CoWin પોર્ટલના આંકડાઓ પ્રમાણે, દેશમાં બુધવાર સુધી આપવામાં આવેલા કુલ વૅક્સિનના ડૉઝ 99.7 કરોડ પાર કરી ગઈ હતી, જેમાં બધા વયસ્કોમાંથી લગભગ 75 ટકાએ પહેલો ડૉઝ લીધો છે અને લગભગ 31 ટકાએ બીજો ડૉઝ લીધો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સીઇઓ આરએસ શર્માએ બુધવારે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, "અમે દર સેકેન્ડે 700 વેક્સિનેશન કરી રહ્યા છીએ. એ ખબર પડવી મુશ્કેલ હશે કે `100 કરોડમો` લાભાર્થી કોણ હશે?"

સરકારે ડિસેમ્બર 2021 સુધી બધા જ વયસ્કો એટલે કે 94 કરોડના વેક્સિનેશનનું લક્ષ્ય સેવ્યું છે. એટલે કે 25 ટકા પૉપ્યુલેશનને ટૂંક સમયમાં જ વેક્સિન આપવાનો ટાર્ગેટ છે. સરકારનો પ્રયત્ન છે કે ટૂંક સમયમાં જ બીજો ડૉઝ પણ આપવામાં આવે.

દેશમાં લગભગ 95 ટકા લોકોને ફ્રી વેક્સિન આપવામાં આવી છે. 7 બિલિયન જનસંખ્યા ધરાવતા વિશ્વમાં 1 બિલિયન ડૉઝ ભારતમાં લાગ્યા છે. દેશમાં જુલાઇમાં વેક્સિનેશનની ઝડપ વધી છે. બાળકોના વેક્સિનેશન પર પણ વિચાર થઈ રહ્યો છે, સ્વસ્થ બાળકોમાં વેક્સિનેશનની શરૂઆત આવતા વર્ષે પહેલા ત્રૈમાસિકમાં થઈ શકે છે. હાલ બૂસટર અથવા ત્રીજો ડૉઝ આપવાને મામલે પણ ડિસ્કશન થઈ રહ્યું છે.

જણાવવાનું કે આ 100 કરોડ લોકોને વેક્સિનેશન થયું એ ટકાવારી પ્રમાણે હજી તો માત્ર 52 ટકા જનસંખ્યાને જ વેક્સિનેશન આપવામાં આવ્યું છે હજી ઘણી જનસંખ્યા આ વેક્સિનેશનથી દૂર છે.

narendra modi national news coronavirus covid vaccine covid19