01 November, 2024 12:07 PM IST | Arunachal Pradesh | Gujarati Mid-day Correspondent
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ‘દેશ કા વલ્લભ’ના નામે લોખંડી પુરુષના સ્ટૅચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના દિવસે ગઈ કાલે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ‘દેશ કા વલ્લભ’ના નામે લોખંડી પુરુષના સ્ટૅચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રમાં સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુ, અરુણાચલ પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર કે. ટી. પરનાઈક (નિવૃત્ત), રાજ્યના મુખ્ય પ્રધાન પ્રેમા ખંડુ અને મણિપુરના મુખ્ય પ્રધાન એન. બીરેન સિંહ હાજર રહ્યા હતા. દેશના રક્ષાપ્રધાન રાજનાથ સિંહે વલ્લભભાઈ પટેલના પૂતળાનું અને પદ્મશ્રી મેજર રાલેન્ગનાઓ ‘બોબ’ ખાથિંગના નામના શૌર્ય સંગ્રહાલયનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું હતું.
રેતીનો દીવડો
વિખ્યાત સૅન્ડ-આર્ટિસ્ટ સુદર્શન પટનાઈકે ગઈ કાલે ઓડિશામાં પુરીના દરિયાકાંઠે દિવાળીની શુભેચ્છા આપતું દીવડાના આકારનું રેતશિલ્પ બનાવ્યું હતું.
આને કહેવાય રિયલ દિવાળી
લોઅર પરેલના એક બિલ્ડિંગમાં દિવાળીનાં કંદીલ અને લાઇટિંગે કેવી રોનક ઊભી કરી છે જુઓ. તસવીર : શાદાબ ખાન
મુંબઈ ઝગમગ થાય
શિવાજી પાર્ક પર દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા દિવાળીની ભવ્ય રોશની કરવામાં આવી છે. શિવાજી પાર્કમાં એક સેલ્ફી-બૂથ પણ બનાવવામાં આવ્યું છે જે યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તસવીર : આશિષ રાજે