‘ના હમ રુકે કહીં, ના હમ ડિગે કહીં’ આરોગ્યપ્રધાને લૉન્ચ કર્યું ગીત

22 October, 2021 10:18 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મનસુખ માંડવિયાએ લૉન્ચ કરેલું ગીત ગાયક કૈલાશ ખેરે ગાયું છે

પ્રતીકાત્મક તસવીર

સામૂહિક રસીકરણ અભિયાન હેઠળ ભારતે ૧૦૦ કરોડ વૅક્સિનેશનના સીમાચિહ્નને પાર કરતાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે એક ફિલ્મ અને ગીત લૉન્ચ કર્યું છે, જેમાં વિશ્વના સૌથી મોટા કોવિડ રસીકરણ કાર્યક્રમના લૉન્ચિંગ પાછળના પ્રયાસોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેના શબ્દો હતા ‘ના હમ રુકે કહીં, ના હમ ડિગે કહીં’કેન્દ્રીય પ્રધાને આ ગીત અને ફિલ્મ ઐતિહાસિક લાલ કિલ્લા પર લૉન્ચ કર્યાં હતાં. લાલ કિલ્લા પર દેશની શાન સમો લગભગ ૧૪૦૦ કિલોગ્રામ વજનનો દેશનો સૌથી મોટો ત્રિરંગો ધ્વજ લહેરાય છે. આ જ ત્રિરંગા (૨૨૫ ફીટ બાય ૧૫૦ ફીટ)ને ગાંધી જયંતીના દિવસે લેહમાં લહેરાવવામાં આવ્યો હતો. મનસુખ માંડવિયાએ લૉન્ચ કરેલું ગીત ગાયક કૈલાશ ખેરે ગાયું છે.

national news coronavirus covid19 covid vaccine vaccination drive kailash kher