પ્રાઇવેટ હૉસ્પિટલને મેમાં મળ્યા વૅક્સિનના 1.29 કરોડ ડૉઝ, વપરાયા ફક્ત 22 લાખ

12 June, 2021 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સરકારી હૉસ્પિટલની તુલનામાં, પ્રાઇવેટ હૉસ્પિટલમાં વૅક્સિન મોંઘી કિંમતે વેચવામાં આવી રહી છે. આથી લોકો પ્રાઇવેટ હૉસ્પિટલમાં વૅક્સિન મૂકાવવાથી અચકાઇ રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

એક તરફ દેશ કોરોના વિરોધી વૅક્સિનની અછતનો સામનો કરી રહ્યો છે તો બીજી તરફ સરકારી આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે પ્રાઇવેટ હૉસ્પિટલ પાસે સારો સ્ટૉક હાજર છે. કેન્દ્ર સરકારના આંકડાઓ પ્રમાણે ગયા મહિને પ્રાઇવેટ હૉસ્પિટલમાં ફક્ત 17 ટકા વેક્સિનના ડૉઝનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના પછી પણ મોટા પાયે વૅક્સિનનો સ્ટૉક બચ્યો છે. સરકાર દ્વારા જાહેર પ્રેસ રિલીઝ પ્રમાણે દેશમાં વૅક્સિનના 7.4 કરોડ ડૉઝ ઉપલબ્ધ કરાવામાં આવ્યા હતા, જેમાંથી પ્રાઇવેટ હૉસ્પિટલને 1.85 ડૉઝ આપવામાં આવ્યા હતા. મે મહિનામાં આ પ્રાઇવેટ હૉસ્પિટલને 1.29 કરોડ વૅક્સિનના ડૉઝ આપવામાં આવ્યા હતા, જેમાંથી ફક્ત 22 લાખ વૅક્સિનનો ઉપયોગ થયો છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે સરકારી હૉસ્પિટલની તુલનામાં, પ્રાઇવેટ હૉસ્પિટલમાં વૅક્સિન મોંઘી કિંમતે વેચવામાં આવી રહી છે. આથી લોકો પ્રાઇવેટ હૉસ્પિટલમાં વૅક્સિન મૂકાવવાથી અચકાઇ રહ્યા છે.

વિડંબના એ છે કે ઓછા ઉપયોગની સ્વીકૃતિનો ઉલ્લેખ સરકારી પ્રેસ રિલીઝમાં મીડિયા રિપૉર્ટનું ખંડન કરવા માટે કરવામાં આવ્યો છે પણ ફક્ત 7.5 ટકા જેબ્સનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

સરકારી જાહેરાતમાં કહેવામાં આવ્યું, "કેટલાક મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, "ખાનગી હૉસ્પિટલને 25 ટકા ડૉઝ આપવામાં આવ્યા છે, પણ તે કુલ ડૉઝના માત્ર 7.5 ટકા હતા." આ રિપૉર્ટ સટીક નથી અને ઉપલબ્ધ આંકડાઓ સાથે મેચ થતો નથી."

આ મહિનાની શરૂઆતમાં સરકારે વિપક્ષના નફોખોરોના આરોપો વચ્ચે કોવિડ વેકિસનની ખાનગી હૉસ્પિટલો દ્વારા લેવાતી મેક્સિમમ પ્રાઇઝ નક્કી કરવામાં આવી હતી. કોવિશીલ્ડની કિંમત રૂ780 પર ડૉઝ અને રશિયન વૅક્સિન સ્પુતનિક વીની કિંમત રૂ 1,145 પ્રતિ ડૉઝ અને સ્વદેશી રૂપે નિર્મિત કૉવૅક્સિનની કિંમત1,410 પ્રતિ ડૉઝ નક્કી કરવામાં આવી છે. આમાં ટૅક્સની સાથે સાથે હૉસ્પિટલ માટે 150 રૂપિયાનું સર્વિસ ચાર્જ પણ સામેલ છે.

national news coronavirus covid vaccine covid19