Corona updates:દેશમાં કોરોનાના નવા 35662 કેસ નોંધાયા, જાણો ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થિતિ 

20 September, 2021 03:26 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 35 હજાર 662 નવા દર્દીઓ દેખાયા છે અને 33 હજાર 798 દર્દીઓ આ રોગમાંથી સાજા થવામાં સફળ રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 35 હજાર 662 નવા દર્દીઓ દેખાયા છે અને 33 હજાર 798 દર્દીઓ આ રોગમાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 281 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા નવા કેસોમાંથી એકલા કેરળમાં કોરોના વાયરસના 23,260 કેસ અને 131 લોકોના મોત થયા છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3 કરોડ 34 લાખ 17 હજાર 390 કેસ નોંધાયા છે, આ કેસોમાંથી 3 કરોડ 26 લાખ 32 હજાર 222 લોકો સાજા થયા છે જ્યારે કોરોનાને કારણે 4 લાખ 44 હજાર 529 ના મોત થયા છે. હાલમાં, દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 3 લાખ 40 હજાર 639 છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ હવે જૂન જુલાઈ અને ઓગસ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણને કાબુ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી છે. પણ હવે ધીમે-ધીમે કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સપ્ટેમ્બરની 17 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરામાં જ સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 3 જિલ્લાઓમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 20 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોનાની બીજી લહેરને કારણે દરરોજ 3,000 થી 4,000 નવા દર્દીઓના ટેસ્ટ થઈ રહ્યાં છે. શુક્રવારે (16 સપ્ટેમ્બર)ના રોજ કોરોનાના 3586 નવા દર્દીઓ મળી આવ્યા હતા. જ્યારે 67 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે અને 4410 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા રાજ્યમાં નવા દર્દીઓની સંખ્યા કરતા વધારે છે.

gujarat maharashtra coronavirus national news covid19