હવે બજારમાં મળશે કોરોના રસી! એક્સપર્ટ પેનલે કોવિશીલ્ડ, કૉવેક્સિનને આપી માન્યતા

20 January, 2022 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ મહામારી જેવી સાર્વજનિક સ્વાસ્થ્ય આપત્તિજનક સ્થિતિઓમાં લાગૂ પાડવામાં આવે છે, શરત છે કે નિયામક, નૈદાનિક પરીક્ષણોના ફેસ 3ના પ્રારંભિક ડેટાના આધારે, વેક્સિનના સંભવતઃ લાભને નિર્ધારિત કરવામાં આવ્યા હોય.

પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19 વેક્સિન પર વિષય વિશેષજ્ઞ પેનલે બુધવારે કેન્દ્રીય ઔષધી માનક નિયંત્રણ સંગઠન (CDSCO)ને સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાના કોવિશીલ્ડ અને ભારત બાયોટેકના કૉવેક્સિનને વયસ્ત જનતા માટે સશરતે માર્કેટમાં ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી છે. નિયામકે કહ્યું કે ભલામણોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને નિર્ણય લેવાશે.

ગયા વર્ષે જાન્યુઆરીથી કોવિશીલ્ડ અને કૉવેક્સિન ઇમરજન્સી ઉપયોગ પ્રાધિકરણ (ઇયૂએ) હેઠળ ઉપલબ્ધ છે. આપાતકાલીન ઉપયોગ પ્રાધિકરણ ભારતમાં આપાતકાલીન સ્થિતિઓમાં પ્રતિબંધિત ઉપયોગની પરવાનગી આપે છે. આ મહામારી જેવી સાર્વજનિક સ્વાસ્થ્ય આપત્તિજનક સ્થિતિઓમાં લાગૂ પાડવામાં આવે છે, શરત છે કે નિયામક, નૈદાનિક પરીક્ષણોના ફેસ 3ના પ્રારંભિક ડેટાના આધારે, વેક્સિનના સંભવતઃ લાભને નિર્ધારિત કરવામાં આવ્યા હોય.

બુધવારની ભલામણોનું વૈજ્ઞાનિક રૂપે અર્થ છે કે બે વેક્સિન ડ્રગ્સ એન્ડ કૉસ્મેટિક એક્ટ હેઠળ એક નવી વેક્સિન માટે જરૂરી સુરક્ષા, પ્રભાવશીલતા અને નિર્માણ ગુણવત્તાના ઉચ્ચ માનક પૂરા કરે છે.

નિયામકે એક ટ્વીટમાં કહ્યું, "સીડીએસસીઓની વિષય વિશેષજ્ઞ સમિતિએ વયસ્ક જનસંખ્યામાં સશરતે નવી દવાની પરવાનગી આપવા માટે ઇમરજન્સી સ્થિતિઓમાં પ્રતિબંધિત ઉપયોગથી કોવિશીલ્ડ અને કૉવેક્સિનની સ્થિતિને અપગ્રેડ કરવાની ભલામણ કરી છે. DCGI ભલામણોનું મૂલ્યાંકન કરશે અને પછી પોતાનો નિર્ણય આપશે."

ગયા વર્ષે ઑગસ્ટમાં, ફાઇઝરના એમઆરએનએ વેક્સિનને 16 વર્ષ અને તેનાથી વધારેની ઉંમરના વ્યક્તિઓ માટે પૂર્ણ એફડીએ સ્વીકૃતિ મળી હતી. વિશેષજ્ઞ પેનલની ભલામણ કોવિશીલ્ડ અને કૉવેક્સિનના દીર્ઘકાળીય ફૉલોઅપ ડેના પર આધારિત છે, જે ગંભીર સંક્રમણને અટકાવવાની સાથે વેક્સિનની સુરક્ષા સ્થિતિઓમાં પણ મહત્વપૂર્ણ પ્રભાવ બતાવે છે.

બુધવાર સુધી દેશમાં કોવિશીલ્ડના 137 કરોડ ડૉઝ અને કૉવેક્સિનના 21.75 કરોડ ડૉઝ અપાઈ ચૂક્યા છે. હાલ, બે વેક્સિનને ફક્ત સરકારના વેક્સિનેશન અભિયાન હેઠળ માન્યતા આપવામાં આવી છે. અને નિર્મિત બધી શીશીઓ આના દ્વારા ટ્રેક કરવામાં આવે છે. યૂરોપીય સંઘની શરતો હેઠળ, આ વેક્સિનને ઑપન માર્કેટમાં ન વેચી શકાય.

જોકે, દરેક ડૉઝ પછી વેક્સિનેશન પ્રમાણ પત્ર તૈયાર કરવામાં આવે છે, આથી શક્યતા છે કે સરકાર આ વેક્સિનને ટ્રેક કરવાનું ચાલુ રાખશે, ભલે તે ઓપન માર્કેટમાં ઉપલબ્ધ હોય. આથી, એ શક્ય નથી કે હાલ બન્ને વેક્સિનને કેમિસ્ટ પર કાઉન્ટર પર ખરીદવા માટે અવેલેબલ કરાવવામાં આવશે. બીજું, આ વેક્સિનના લાભાર્થીઓની દેખરેખ પ્રશિક્ષિત સ્વાસ્થ્ય પેશાવરો દ્વારા કરવામાં આવી છે - અને પ્રતિકૂળ ઘટનાઓને સરકારના CoWin પ્લેટફૉર્મ પર વાસ્તવિક સમયના આધારે કૅપ્ચર કરવામાં આવે છે. નવી શરતોમાં એઇએફઆઇ દેખરેખની વધારે વિસ્તૃત ભલામણ થવાની શક્યતા છે.

national news coronavirus covid vaccine covid19