વિરોધ પક્ષો મહામારી અને વૅક્સિન વિશે જૂઠાણાં ફેલાવે છે : વડા પ્રધાન

21 July, 2021 12:56 PM IST  |  New Delhi | Agency

બીજેપી સંસદીય પક્ષની બેઠકમાં પક્ષના સંસદસભ્યોને વિપક્ષોનાં જૂઠાણાંનો જવાબ આપતા લોકોમાં સચ્ચાઈ ફેલાવવાનો અનુરોધ કર્યો હતો. 

દિલ્હીમાં ગઈ કાલે સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન ભાજપ સંસદીય પક્ષની મીટિંગમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ તથા અન્યો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી. પી.ટી.આઇ.

ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષો પર કોરોના રોગચાળા અને ઍન્ટિકોવિડ વૅક્સિન્સ વિશે જૂઠાણાં ફેલાવતા હોવાનો આરોપ મૂક્યો હતો. બીજેપી સંસદીય પક્ષની બેઠકમાં પક્ષના સંસદસભ્યોને વિપક્ષોનાં જૂઠાણાંનો જવાબ આપતા લોકોમાં સચ્ચાઈ ફેલાવવાનો અનુરોધ કર્યો હતો. 
વડા પ્રધાને બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે ‘સરકાર કેવી જહેમત ઉઠાવીને રોગચાળાને ડામવાની કાર્યવાહી કરે છે એ દેશના નાગરિકોને સમજાવવાની જરૂર છે. કૉન્ગ્રેસને ફક્ત અવરોધરૂપ બનવાનું રાજકારણ ખેલતાં આવડે છે. ચર્ચા અને સંવાદ કરવાની એ પક્ષના નેતાઓની ઇચ્છા હોતી નથી. કૉન્ગ્રેસ સતત ચૂંટણીઓમાં હારતી હોવા છતાં યોગ્ય વિષયો-મુદ્દા ઉપસ્થિત કરવાનું વિચારતી નથી.’

રાજ્ય સરકારો તથા પ્રાઇવેટ હૉસ્પિટલો પાસે હજી કોવિડ વૅક્સિનના 2.11 કરોડ ડોઝ વપરાયા વિનાના પડ્યા છે.

national news narendra modi coronavirus covid vaccine covid19