પીએમ અધૂરી ઇન્ફર્મેશન આપી રહ્યા છે : કૉન્ગ્રેસ

23 October, 2021 10:43 AM IST  |  New Delhi | Agency

૧૦૦ કરોડનો ટાર્ગેટ તો છ મહિના પહેલાં પૂરો થઈ શક્યો હોત : આપ

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

દિલ્હીના હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદિયાએ સરકારની ટીકા કરી હતી. સિસોદિયાએ શુક્રવારે ટ્વીટ કરીને એવું કહ્યું હતું કે સરકારે જો પૂરતી વ્યવસ્થા કરી હોત અને ભારતમાં ડોઝના અભાવ હતા ત્યારે વૅક્સિન વિદેશ ન મોકલી હોત તો આ સિદ્ધિ ભારતે છ મહિના પહેલાં મેળવી લીધી હોત.
કૉન્ગ્રેસે નરેન્દ્ર મોદીના ભાષણમાં વૈજ્ઞાનિકો અને સંશોધકોના સમુદાયની મહેનતની અવગણના કરી હોવાનો અને અધૂરી માહિતી આપવાનો આરોપ મૂક્યો હતો. કૉન્ગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું હતું કે વડા પ્રધાન અપૂરતી અને ખોટી માહિતી આપી રહ્યા છે. 

national news coronavirus covid19 covid vaccine congress narendra modi