દેશમાં કોરોનાના વ્યાપનો દર ઘટ્યો

20 October, 2021 12:27 PM IST  |  New Delhi | Agency

આર-વૅલ્યુ ૧થી ઓછી હોવાનો અર્થ છે કે સંક્રમણ મંદ પડ્યું છે.  આર-વૅલ્યુ ૧થી જેટલી વધારે એટલું ઝડપથી સંક્રમણ ફેલાય છે અને પારિભાષિક રીતે તેને જ મહામારી કહેવામાં આવે છે.

દેશમાં કોરોનાના વ્યાપનો દર ઘટ્યો

કોરોના વાઇરસ કેટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે તે દર્શાવતી આર-વૅલ્યુ એટલે કે વ્યાપનો દર ભારતમાં સતત ઘટાડા પર છે. ગત સપ્ટેમ્બરથી ભારતની આર-વૅલ્યુ ૧થી નીચે રહી છે જે દર્શાવે છે કે સંક્રમણ ઘટી રહ્યું છે.
આર-વૅલ્યુમાં આર રિપ્રોડક્શન નંબર માટે છે, જે દર્શાવે છે કે એક સંક્રમિત વ્યક્તિમાંથી સરેરાશ લોકોમાંથી કેટલા લોકો સુધી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આર-વૅલ્યુ ૧થી ઓછી હોવાનો અર્થ છે કે સંક્રમણ મંદ પડ્યું છે.  આર-વૅલ્યુ ૧થી જેટલી વધારે એટલું ઝડપથી સંક્રમણ ફેલાય છે અને પારિભાષિક રીતે તેને જ મહામારી કહેવામાં આવે છે.
ચેન્નઈના એક ઇન્સ્ટિટ્યુટના સંશોધકોએ કરેલા સંશોધન પ્રમાણે દેશમાં સૌથી વધારે ઍક્ટિવ કેસ ધરાવતાં દસ રાજ્યોની આર-વૅલ્યુ ૧૮ ઑક્ટોબર સુધી ૧થી નીચે જ છે. જોકે ઘણાં શહેરોમાં હજી આર-વૅલ્યુ ચિંતાજનક છે. આ સંશોધનની આગેવાની કરી રહેલા સિતાભ્ર સિન્હાએ કહ્યું હતું કે તાજેતરના તહેવારોને કારણે કલકત્તાની આર-વૅલ્યુ ૧થી ઉપર ચાલી ગઈ છે. બૅન્ગલોરની આર-વૅલ્યુ પણ ૧થી વધુ છે. જ્યારે મુંબઈ, પુણે અને ચેન્નઈની આર-વૅલ્યુ ૧ની એકદમ નજીક છે. ૨૫ સપ્ટેમ્બરથી ૧૮ ઑક્ટોબર વચ્ચે ભારતની આર-વૅલ્યુ ૦.૯૦ જોવા મળી છે.

13058
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા હતા. તેમજ ૨૪ કલાકમાં ૧૬૪ કોરોનાં-મૃત્યુ નોંધાયાં હતાં.

national news coronavirus covid vaccine covid19