18 September, 2026 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જપાનના કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં ગઈ કાલે એશિયન ગેમ્સ 2026ની વિમેન્સ ક્રિકેટ ઇવેન્ટ શરૂ થઈ હતી. ગઈ કાલે પહેલી બે ક્વૉર્ટર ફાઇનલ મૅચોથી ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. ૨૦ સપ્ટેમ્બરની સેમી-ફાઇનલમાંથી પહેલી મૅચમાં પાકિસ્તાન અને બીજી મૅચમાં બંગલાદેશની એન્ટ્રી થઈ છે.
બંગલાદેશ અને ચીન વચ્ચેની પહેલી ક્વૉર્ટર ફાઇનલ મૅચ વરસાદ અને ભીના આઉટફીલ્ડને કારણે ટૉસ વગર જ રદ થઈ હતી. શ્રેષ્ઠ ઇન્ટરનૅશનલ T20 રૅન્કિંગને કારણે બંગલાદેશ સેમી-ફાઇનલમાં પહોંચ્યું હતું. રૅન્કિંગમાં બંગલાદેશ ૧૦મા અને ચીન ૩૬મા ક્રમે છે.
પાકિસ્તાન અને થાઇલૅન્ડની મૅચમાં પણ વરસાદને કારણે મૅચ ૧૧-૧૧ ઓવરની રમાઈ હતી. થાઇલૅન્ડે ૧૧ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૯૧ રન કર્યા હતા. જવાબમાં પાકિસ્તાન ૧૦.૪ ઓવરમાં ૭ વિકેટે ૯૨ રનનો ટાર્ગેટ ચેઝ કરીને બે બૉલ પહેલાં માંડ-માંડ જીત્યું હતું.
સવારે ૫.૩૦ વાગ્યે : મલેશિયા vs શ્રીલંકા
સવારે ૧૦.૩૦ વાગ્યે : જપાન vs ભારત