Pahalgam Terrorist Attack પર ભડક્યાં બોલિવૂડ સેલેબ્ઝ, સોશ્યલ મીડિયામાં વ્યક્ત કર્યો રોષ

23 April, 2025 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Pahalgam Terrorist Attack: બોલિવૂડના તમામ સેલેબ્સે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી; ‘ભારત કાયરોને યોગ્ય જવાબ આપશે’ – એવું કહ્યું

અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન (ફાઇલ તસવીરો)

મંગળવારે બપોરે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)માં ૨૭ લોકો માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે. બોલિવૂડ સેલિબ્રિટિઝ પણ આતંકી હમલાથી નાખુશ છે. સેલેબ્ઝે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાના સ્વજનોને સાંત્વના આપી છે અને સાથે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ને તાત્કાલિક એક્શન લેવા વિનંતી કરી છે.

પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૭ નિર્દોષો માર્યા ગયા છે. બોલિવૂડની ઘણી હસ્તીઓએ પણ આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે અને સોશ્યલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

રવિના ટંડન (Raveena Tandon)એ પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને લખ્યું, ‘ઓમ શાંતિ, સંવેદના, આઘાત અને ગુસ્સો, પીડા વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નથી. પીડિતો માટે પ્રાર્થના અને શક્તિ. સમય આવી ગયો છે કે આપણે બધા નાના ઘરેલું ઝઘડા છોડીને એક થઈએ અને વાસ્તવિક દુશ્મનને ઓળખીએ.’

પીઢ અભિનેતા અનુપમ ખેર (Anupam Kher)એ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા પર ઊંડો શોક અને ગુસ્સો વ્યક્ત કર્યો છે. ખેરે એક ભાવનાત્મક વિડિઓ શેર કર્યો, જેમાં તેમણે ક્રૂરતાની નિંદા કરી અને આંસુઓ દ્વારા પોતાની લાચારી વ્યક્ત કરી. તેમણે હિન્દીમાં પણ લખ્યું, ‘ખોટું...ખોટું...ખોટું!!! પહેલગામ હત્યાકાંડ!! આજે શબ્દો શક્તિહીન છે!!’

અજય દેવગન (Ajay Devgn)એ લખ્યું, ‘પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે સાંભળીને આઘાત લાગ્યો. પીડિતો અને તેમના પરિવારો નિર્દોષ હતા અને જે થયું તે ખૂબ જ હૃદયદ્રાવક અને સંપૂર્ણપણે ખોટું છે. મારી સંવેદના અને પ્રાર્થનાઓ તેમની સાથે છે.’

અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરીને પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. કરીનાએ લખ્યું, ‘પીડિતો અને તેમના પરિવારો માટે દુઃખથી વધુ, હું જીવ ગુમાવનારાઓ માટે પ્રાર્થના કરી રહી છું.’

અક્ષય કુમાર (Akshay Kumar)એ લખ્યું છે, ‘પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. નિર્દોષ લોકોને આ રીતે મારવા એ ઘોર દુષ્ટતા છે. તેમના પરિવારો માટે પ્રાર્થના.’

સંજય દત્ત (Sanjay Dutt)એ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું, ‘તેઓએ આપણા લોકોને નિર્દયતાથી માર્યા. આ માફ કરી શકાય નહીં, આ આતંકવાદીઓએ જાણવું જોઈએ કે આપણે ચૂપ નહીં બેસીએ. આપણે બદલો લેવો પડશે, હું આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, ગૃહ પ્રધાન અમિતા શાહજી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહજીને વિનંતી કરું છું કે તેઓ તેમને યોગ્ય સજા આપે.’

અભિનેતા સોનુ સૂદ (Sonu Sood)એ પહેલગામ આતંકવાદી હુમલા પર ભારે નારાજગી વ્યક્ત કરી અને લખ્યું છે કે, ‘કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા કાયર આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. સભ્ય વિશ્વમાં આતંકવાદ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં અને આ કાયરતાપૂર્ણ કૃત્ય અસ્વીકાર્ય છે. પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના. ઓમ સાઈ રામ.’

તુષાર કપૂર (Tusshar Kapoor)એ પણ આવી જ લાગણી વ્યક્ત કરતા કહ્યું, ‘પહેલગામમાં થયેલા કાયર આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. ભારત કાયરોને યોગ્ય જવાબ આપશે! ભારતના ઉદયથી ડરનારાઓને હંમેશની જેમ અપમાનિત કરવામાં આવશે! ઘાયલો અને માર્યા ગયેલા લોકોના પરિવારો માટે પ્રાર્થના! પહેલગામ.’

વિવેક ઓબેરોય (Vivek Oberoi)એ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, ‘આજે દુઃખનો પડછાયો ભારે છે, કારણ કે કાશ્મીરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના સમાચાર આપણા હૃદયને તોડી નાખે છે. દુઃખદ રીતે પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને પ્રાર્થનાઓ પાઠવું છું. હવે, પહેલા કરતાં વિશ્વએ આવી નફરત સામે એકતામાં વધુ, એક થવું જોઈએ, શક્તિ, ઉપચાર અને કાયમી શાંતિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.’

અભિનેત્રી ભાગ્યશ્રી (Bhagyashree)એ આ હુમલા પર પોતાનો આઘાત અને દુઃખ વ્યક્ત કર્યું અને લખ્યું, ‘નિર્દોષ લોકોના જીવ ગયા! કાશ્મીરમાં બદમાશોએ જે કર્યું છે તે જોઈને મને આઘાત લાગ્યો છે. અમે ભારતીય વડા પ્રધાનને આ ઘૃણાસ્પદ કૃત્ય કરનારાઓને ન્યાયના કઠેડામાં લાવવા વિનંતી કરીએ છીએ.’

જ્યારે આતંકવાદી હુમલાના સમાચાર ફેલાતા, અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ મોડી રાત્રે તેમના સત્તાવાર X એકાઉન્ટ પરથી ફક્ત ટ્વીટની સંખ્યા પોસ્ટ કરી અને કંઈ લખ્યું નહીં. કેટલાક લોકો આ પોસ્ટને મૌન કહી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો માને છે કે જયા બચ્ચન (Jaya Bachchan)ના રાજકીય કારકિર્દીને કારણે, અમિતાભ બચ્ચને આતંકવાદી હુમલા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા ન હતા.

નોંધનીય છે કે, મંગળવારે બપોરે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૭ લોકો માર્યા ગયા હતા. પહેલગામની બૈસરન ખીણમાં મંગળવારે બપોરે ૨.૪૫ વાગ્યે થયેલા આ હુમલામાં ૨૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. લશ્કર-એ-તૈયબાની પાંખ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (TRF) એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગોળીબાર બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા.

jammu and kashmir terror attack hinduism entertainment news bollywood bollywood news narendra modi raveena tandon akshay kumar anupam kher ajay devgn kareena kapoor sanjay dutt sonu sood tusshar kapoor vivek oberoi bhagyashree amitabh bachchan