મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી કોવિડ સંક્રમિત

22 June, 2022 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં રાજકારણીય સંકટ વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી કોવિડ સંક્રમિત થયા છે. તેમને હાલ HN રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભગત સિંહ કોશ્યારી (ફાઈલ તસવીર)

મહારાષ્ટ્રમાં રાજનૈતિક સંકટ વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshiyari) કોવિડ સંક્રમિત થઈ ગયા છે. તેમને હાલ HN રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોશ્યારીની તબિયત કેવી છે, તેમને કોવિડના કેટલા ગંભીર કે સામાન્ય લક્ષણ છે તેની માહિતી હજી નથી આવી. 

મહારાષ્ટ્રમાં હાલ ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં દેખાય છે. તેમના મંત્રી એકનાથ શિંદેએ બાગી વલણ અપનાવ્યું છે. તેમની સાથે શિવસેના અને નિર્દળીય પાર્ટીના કુલ 40 વિધેયક પણ છે. આ બધા હાલ આસામના ગુવાહાટીમાં છે. મહારાષ્ટ્રમાં થયેલા MLC ચૂંટણીમાં કેટલાક વિધેયકોએ ક્રૉસ વોટ કર્યા હતા. આનો ફાયદો બીજેપીને મળ્યો હતો.

ત્યાર પછી જ એકનાથ શિંદે અને અન્ય વિધેયકો પહેલા ગુજરાત ગયા હતા. કાલે બધા વિધેયકો સૂરતમાં રોકાયા. હવે તે લોકો સૂરતથી ગુવાહાટી પહોંચી ગયા.

તો મુંબઈમાં અન્ય વિધેયકોને સાચવી રાખવા માટે ઉદ્ધવ ઠાકરેએ હોટલમાં પહોંચાડી દીધા છે, કારણકે એકનાથ શિંદેના દાવા સતત વધતા જાય છે. ઉદ્ધવ સરકાર પર સંકટ વાદળ ઘેરાયા છે. માન મનૌવ્વલના પ્રયત્ન થઈ રહ્યા છે પણ હાલ કોઈ સફળતા જોવા મળી નથી.

તો બાગી વિધેયકોને ગુવાહાીમાં ઍરપૉર્ટ નજી રેડિસન બ્લૂ હોટલમાં રાોખવામાં આવ્યા છે. ત્યાં સુરક્ષાનો કડક પહેરો છે. આ વિધેયકોને બહાર નીકળવાની પરવાનગી નથી. બાગી વિધેયકોની સંખ્યા હજી વધારવાનો દાવો છે.

NCP સાથે ગઠબંધન નથી ઇચ્છતા બાગી વિધેયકો
શિંદેએ એકવાર ફરી પુનરાવર્તિત કર્યું છે કે બાળા સાહેબના હિન્દુત્વને આગળ લઈ જવાનો ઇરાદો છે. શિવસેનાના બાગી વિધેયક એકનાથ શિંદેએ કહ્યું કે તેમણે અત્યાર સુધી શિવસેના છોડી નથી. તેમણે કહ્યું કે હું બાળાસહેબના હિંદુત્વ અને વિચારધારા પર ચાલી રહ્યો છું. તો શિવસેનાના બાગી વિધેયકોએ કહ્યું કે અમે એકનાથ શિંદે સાથે છીએ. અમને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (NCP) પસંદ નથી.

મહારાષ્ટ્રમાં રાજનૈતિક સંકટ વચ્ચે ભાજપ પણ એક્ટિવ છે. ભાજપ વિધેયક શિવેંદ્રરાજે ભોસલેએ દાવો કર્યો છે કે ટૂંકસ સમયમાં ફડણવીસની આગેવાનીમાં મહારાષ્ટ્રમાં સરકાર બનશે. ફડણવીસ કાલે દિલ્હી જઈને શીર્ષ નેતાઓને પણ મળ્યા હતા.

Mumbai mumbai news coronavirus covid vaccine covid19 maharashtra shiv sena