Maharashtra: મુંબઇ આવનારા ડોમેસ્ટિક મુસાફરોને માટે ફરજિયાત નથી RT-PCR ટેસ્ટ, જાણો બદલાયેલા નિયમ

03 December, 2021 07:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર સરકારે 30મી નવેમ્બરે કોઇપણ ડોમેસ્ટિક મુસાફર માટે ફરજિયાત RT-PCR ટેસ્ટનો જે આદેશ જાહેર કર્યો છે તે બદલી નખાયો છે.

મુંબઇ આવનારા ડોમેસ્ટિક મુસાફરોને માટે મરજિયાત RT-PCR ટેસ્ટ, જાણો બદલાયેલા નિયમ

સુધારેલા આદેશ અનુસાર ડોમેસ્ટિક એર ટ્રાવેલ કરનાર મુસાફરે કાં તો પુરી રીતે વેક્સિનેટેડ હોવું જોઇશે અથવા તો RT-PCRનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત સાથે રાખવો પડશે જે બોર્ડિંગ કે અરાઇવલના છેલ્લા 72 કલાકમાં કરેલો હોવો જોઇએ -આ મર્યાદા પહેલા 48 કલાક હતી. આમ બીજા રાજ્યમાંથી મહારાષ્ટ્ર આવનારા મુસાફરે છેલ્લા 48 કલાકમાં RT-PCR નેગેટિવનો રિપોર્ટ મેળવ્યો હોવાનો ફજિયાત હુકમ હવે મહારાષ્ટ્ર મુંબઇમાં લાગુ નહીં પડે.

તાજા બદલાવ અનુસાર મુસાફરનો અગવડ ન પડે તે માટે મહારાષ્ટ્ર સરકારે આદેશમાં ઇમિગ્રેશન ઑથોરિટી, પોલીસ સહીતનીને સૂચના આપી છે કે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ છેલ્લા પંદર દિવસમાં કરેલી મુસાફરીને ચકાસવી. વળી એરપોર્ટ આ માહિતી બધી એરલાઇન સાથે શૅર કરશે. ખોટી માહિતી આપનાર પર કડક પગલાં લેવાશે અને તેમને ભારતીય પીનલ કોડના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ જે દંડ થતો હશે તે ફટકારાશે.

આ પહેલાના આદેશમાં મુસાફરો માટે સાત દિવસનું ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટિન પણ ફરજિયાત હતું અને અમુદ દિવસના આંતરે RT-PCR કરવાનો પણ આદેશ હતો. નવી ગાઇડલાઇન અનુસાર સાઉથ આફ્રિકા, બોત્સ્વાના અને ઝિમ્બાબ્વેને હાઇ રિસ્ક દેશો ગણાવાયા છે અને આ લિસ્ટ ઓમિક્રોનના જોખમના વિસ્તારને આધારે અપડેટ થતું રહેશે.

10 નવેમ્બર અને ડિસેમ્બરની 2જી તારીખ સુધીમાં 2,869 મુસાફરો મુંબઇ એરપોર્ટ પર જોખમી દેશમાંથી લેન્ડ થયા છે જેમાંથી આઠને કોવિડ-19 પૉઝિટીવ હોવાનું જાણવા મળ્યું હતું. બીએમસીને આ તમામ મુસાફરોની યાદી મળી હતી જે જોખમી દેશોમાંથી મહારાષ્ટ્ર આવ્યા હતા.

મુંબઇ શહેમાં આગવી જીનોમ સિક્વન્સિંગ ફેસિલીટી છે પણ સેમ્પલિંગની સાયકલ શરૂ કરવા માટે અમુક સંખ્યાના સેમ્પલ જરૂરી છે. આ ટેસ્ટ મંગળવારે શરૂ થઇ ગયા જ્યારે ડોંબિવલીમાં એક પૉઝિટીવ પેશન્ટ મળ્યો હતો.

Mumbai mumbai news maharashtra Omicron Variant coronavirus covid vaccine covid19