29 September, 2025 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બાંદરાની તાજ લૅન્ડ્સ ઍન્ડ હોટેલમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની અમદાવાદની નવી ટીમનો ઓનર અજય દેવગન આ લીગની કોર કમિટીના સભ્ય સચિન તેન્ડુલકર સાથે (તસવીર : આશિષ રાજે)
ટેનિસ બૉલથી રમાતી T1૦ ટુર્નામેન્ટ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની બે સીઝન થાણેના દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં રમાયા બાદ હવે ત્રીજી સીઝન ૯ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી સુધી સુરતમાં રમાશે અને એમાં હવે છને બદલે ૮ ટીમ હશે. એટલું જ નહીં, ત્રીજી સીઝનમાં મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયરને કમસે કમ બે કરોડ રૂપિયાની નવીનક્કોર પૉર્શે 911 કાર આપવામાં આવશે.
ISPLમાં બે નવી ટીમ અમદાવાદ અને દિલ્હીની ઉમેરવામાં આવી છે અને એના માલિકો અનુક્રમે અજય દેવગન અને સલમાન ખાન બન્યા છે. આ લીગમાં હૃતિક રોશન બૅન્ગલોરનો, સાઉથનો સ્ટાર સૂરિયા ચેન્નઈનો, રામ ચરણ હૈદરાબાદનો, સૈફ અલી ખાન અને કરીના કપૂર કલકત્તાનાં, અમિતાભ બચ્ચન મુંબઈના તથા અક્ષય કુમાર શ્રીનગરનો ઓનર છે.