Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > ફૂડ ફન એન્ડ ફિલ્મસ્ટાર

ફૂડ ફન એન્ડ ફિલ્મસ્ટાર

11 January, 2025 04:00 IST | Mumbai | Rachana Joshi

મને લોકલ અને પરંપરાગત ફૂડ ટ્રાય કરવાનું બહુ જ ગમેઃ નિજલ મોદી

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે’ ફૅમ અભિનેત્રી નિજલ મોદી (Nijal Modi) આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK