દુર્ગા પૂજાના ઉત્સવમાં કલકત્તા ન જઈ શકાય તો કંઈ નહીં, મુંબઈમાં જ બંગાળી કમ્યુનિટી દ્વારા ગ્રૅન્ડ દુર્ગા પૂજાનું સેલિબ્રશન થાય છે એ માણવા જેવું હોય છે. ટ્રેડિશનલ બંગાળી સ્ટાઇલની દુર્ગા પૂજાની વિવિધ પરંપરાઓ નજરે નિહાળવી હોય તો મુંબઈમાં કયા પંડાલો આ વખતે યુનિક થીમ સાથે આવ્યા છે એ જાણી લો. સુંદર બારીક વર્ક કરેલી મા દુર્ગાની મૂર્તિઓ, ઢાક બીટ્સ, ધુનુચી નૃત્ય અને ટ્રેડિશનલ બંગાળી ભોગથી બંગાળની સંસ્કૃતિ મુંબઈમાં તાદૃશ થાય છે17 October, 2026 04:42 IST Mumbai | Heena Patel
કંપની મળે તો રમવા જાઉં એવી રાહ જોવાનું કેટલાક ગરબાપ્રેમીઓને ક્યારેય ફાવ્યું જ નથી. મળીએ એવા સોલો ખેલૈયાઓને જેમને ગરબે ઘૂમવા માટે કોઈ પાર્ટનરની જરૂર નથી
ગરબા ગ્રુપ વગર રમવાની મજા નથી આવતી. ગ્રુપ ન હોય તો પણ એકાદ જણ તો જોઈએ જ, જે તાલ સાથે તાલ મેળવીને ગરબા રમી શકે. આવો અભિગમ આજે મોટા ભાગના લોકો ધરાવે છે. સોસાયટીમાં કે મંડળમાં રમતા હોઈએ ત્યારે ગ્રુપ કે પાર્ટનર ન હોય તો એકાદ વખત ચાલી જાય, પણ જ્યારે તમે મોટી નવરાત્રિમાં રમવા જતા હો તો તમને ગ્રુપ તો જોઈએ જ એવું માનતા લોકોની વચ્ચે અમુક એવા ખેલૈયાઓ પણ છે જેમને ગ્રુપ કે પાર્ટનર સાથે કોઈ લેવાદેવા જ નથી. તેઓ એકલા જ રમે છે અને ઇનામ પણ જીતી લાવે છે. ચાલો આજે આપણે આવા કેટલાક સોલો ખેલૈયાઓને મળીએ.16 October, 2026 07:54 IST Mumbai | Darshini Vashi
KES સંચાલિત શ્રી બી.કે. શ્રોફ ડિગ્રી કોલેજ ઓફ આર્ટસ એન્ડ કૉમર્સ તથા શ્રી વિઠ્ઠલદાસ સંઘવી જુનિયર કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળ દ્વારા તારીખ ૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ કેમ્પસમાં ગરબા મહોત્સવ યોજાયો. ૧૫૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબે ઘૂમ્યા હતા.16 October, 2026 01:16 IST Mumbai | Dharmik Parmar
ફાલ્ગુની પાઠકના સંગાથે નવરાત્રિ ઉત્સવ 2026માં મિડ-ડે નવરાત્રિ કૉન્ટેસ્ટના પાંચમા દિવસના વિજેતાઓ રહ્યાં. રોજેરોજ ૯ કૅટેગરીના વિનર્સ સિલેક્ટ થશે નવરાત્રિ ઉત્સવ ૨૦૨૬માં. સ્થળ છે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, BKC. અને સ્પર્ધાનો સમયઃ રાતે ૯થી ૧૦. આ ગ્રાઉન્ડના વિનર્સ વચ્ચે ફાઇનલ રાઉન્ડ સોમવારે ૧૯ ઑક્ટોબરે આ જ ગ્રાઉન્ડ પર થશે.16 October, 2026 09:10 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK