Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લાઇફસ્ટાઈલ સમાચાર ફોટોઝ

કવિ ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ)

કવિવાર: જેના શબ્દો જ ઝગમગ થતા હીરલા છે!- કવિ સ્નેહરશ્મિની કાવ્યકણિકાઓ

આજે કવિવારના એપિસોડમાં આપણે ગુજરાતી ભાષાના જાણીતા કવિ સ્નેહરશ્મિની કવિતાઓ તરફ જઈશું. વલસાડ પાસેના ચિખલીમાં જન્મેલા આ કવિની મુંબઈ કર્મભૂમિ રહી છે. મૂળ શિક્ષકનો જીવ એવા આ કવિ વિલેપાર્લેની ગોકળીબાઈ શાળામાં આચાર્ય પણ રહ્યા હતા. નવ માસનો જેલવાસ પણ તેઓને ભોગવવો પડ્યો હતો. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ. 19 November, 2024 11:15 IST Mumbai | Dharmik Parmar
દેવદિવાળીએ વારાણસીમાં પ્રગટ્યા લાખો દીવડા: ચાર દિવસના ગંગા મહોત્સવ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ, લેઝર શો અને આતશબાજી લોકોએ માણી

દેવદિવાળી અને ગુરુ નાનક જયંતીની દેશભરમાં ઉજવણી

વારાણસીમાં ગંગા નદીના કિનારે આવેલા ઘાટ પર ગઈ કાલે દેવદિવાળી નિમિત્તે સોળ લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવતાઓ કાશીમાં ભવ્ય દીપોત્સવ જોવા માટે સ્વર્ગમાંથી ધરતી પર આવે છે. ટૂરિઝમ વિભાગ અને વારાણસી જિલ્લા પ્રશાસને દેવદિવાળીના ભવ્ય આયોજનની તૈયારી કરી હતી. કાશીના ઘાટ પર સોળ લાખ દીવાના ઝગમગાટની સાથે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વારાણસીના સૌથી સુંદર માનવામાં આવતા નમો ઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ સિવાય ગંગાના સામા કિનારે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. ગઈ કાલે દસ લાખથી વધારે લોકો વારાણસીમાં આ ભવ્ય નજારો જોવા આવ્યા હતા. આ સાથે મંગળવારથી શરૂ થયેલા ગંગા મહોત્સવનું પણ ગઈ કાલે સમાપન થયું હતું. 16 November, 2024 04:09 IST New Delhi | Gujarati Mid-day Correspondent
એલફ્રેથ્સ એલી

ફિલાડેલ્ફિયાની ઐતિહાસિક ગલીઓની મુલાકાત સ્વર્ગ સમો અનુભવ કરાવશે

ફિલાડેલ્પિયાની વાઇબ્રન્સી ત્યારે જ માણી શકાય જ્યારે શહેરની ગલીઓમાંથી પસાર થઇએ. જાણો તમારે માટે દરેક વળાંકે કેવી સરસ સરપ્રાઇઝ છે.  એલફ્રેથ્સ એલી એ દેશની સૌથી જુની ગલી છે જ્યાં લોકો હંમેશાથી વસ્યા છે. 18મી અને 19મી સદીમાં તે કારીગરો અને વ્યાપારીઓનું ગણાતી. એલફ્રેથ્સ એલી એસોસિએશન કોલોનિયલ કાળના લેન્ડમાર્ક સમી આ સ્ટ્રીટ ને જાળવે છે અને તેમાં 32 રૉ હોમ્સ છે જ્યાં ફ્લાવર બૉક્સિઝ, શટર્સ અને બોન્ડ બ્રિકવર્ક કરેલાં છે. આ તમામ અમેરિકાની ખાસિયત છે. ઘર નંબર 115 અને 117ની વચ્ચે એક સરસ લેમ્પપોસ્ટ પર બ્લેડન્સ કોર્ટમાં જવાની સાઇન છે જ્યાં ઘરો છે તો વૃક્ષોથી ઘેરાયલા બેકયાર્ડ્ઝ પણ છે. અહીંના ઘરનંબર 124 અને 126માં હોમ મ્યુઝિયમ છે તે અચૂક જોજો. નજીકમાં બે ડઝનથી વધુ હિસ્ટોરિક સ્થળો નેશનલ હિસ્ટોરિકલ પાર્કમાં છે સાથે ઇન્ડિપેન્ડન્સ હૉલ. લિબર્ટી બેલ, પ્રેસિડન્ટનુ ઘર અને બેન્જામિન ફ્રેકલિન મ્યુઝિયમ, ક્રાઇસ્ટ ચર્ચ જેવાં સ્થળો છે. 15 November, 2024 04:45 IST Mumbai | Chirantana Bhatt
રાજન પટેલ અને પૂજા સાંગાણી, થેપલા કોમ્બોની તસવીર - સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ `Food-Case Cafe` નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે ટિફિન સર્વિસનો વિકલ્પ

વિવિધ સંસ્કૃતિથી ભરપૂર શહેર અમદાવાદ અને તેનો સૌથી ચહેલપહેલવાળો અને વ્યસ્ત વિસ્તાર એટલે નવરંગપુરા. અહીંના હાર્ટ ઓફ ધ સિટી જેવા આ વિસ્તારમાં અનેક મોટી હોસ્પિટલ્સ, કૉલેજીસ, બિઝનેસ અને કોર્પોરેટ બિલ્ડિંગ્સ ફેલાયેલા છે, જેને કારણે આ વિસ્તાર આજકાલ યુવાનો અને બહારગામથી આવેલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે એક મહત્વનું કેન્દ્ર બની ગયું છે. આ ક્ષેત્રને ધ્યાનમાં રાખી 26 વર્ષના રાજન પટેલ દ્વારા એક અનોખું ડાઇનિંગ અને ટેક અવે કેફે, `Food-Case Cafe` શરૂ કરાયું છે. આ કેફે કૉમર્સ સર્કલ થી સરદાર પટેલ સ્ટેડિયમ રોડ તરફ જવાના રસ્તે, મેટ્રો પિલ્લર નંબર 194, નવરંગપુરા, અમદાવાદ ખાતે છેલ્લા એક વર્ષથી પ્રખ્યાત અને જાણીતી જગ્યા બની છે. ફૂડ કેસ ખાસ કરીને કેફે કમ કલાઉડ કિચન છે જે વિદ્યાર્થી અને યુવાનો માટે પૉકેટ-ફ્રેન્ડલી ભાવમાં ભોજન પ્રદાન કરે છે અને ઘર જેવી લાગણી સાથે આરામદાયક અનુભવ પીરસે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)   15 November, 2024 03:05 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
કચ્છ રણોત્સવની મનોરમ્ય તસવીરોનો કોલાજ

કચ્છ રણોત્સવ 2024-25 એટલે ઉદ્યોગ સાહસિકતા, કળા, હસ્તકલા અને સંસ્કૃતિનું હબ

કચ્છ રણોત્સવ 2024ની શરૂઆત થઈ ગઈ છે. 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણવા અહીં આવે તેવી શક્યતા છે. રણ ઉત્સવમાં ટેન્ટ સિટી, 20થી વધારે એક્ટિવિટી, લાઈટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર બનશે. 2023-24માં 7.42 લાખ પ્રવાસીઓએ કચ્છ રણોત્સવની મુલાકાત લીધી હતી અને અહીંના ક્રાફટ સ્ટોલ ધારકોને રૂ. 6 કરોડથી વધુ અને ફૂડ સ્ટોલ ધારકોને અંદાજિત 1.36 કરોડ રૂપિયાની આવક થઈ હતી. માત્ર 3 દિવસીય કાર્યક્રમથી શરુ થયેલો રણોત્સવ વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ બની ગયો છે અને તે ગુજરાતનાં પૂર્વ સીએમ નરેન્દ્ર મોદીના વિઝનથી આજે કચ્છ વિશ્વ ફલક પર ઝળકી રહ્યું છે. ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ છેલ્લાં 20 વર્ષમાં ખૂબ આગળ વધ્યો છે. ભૌગોલિક વિવિધતા ધરાવતા ગુજરાતમાં એવા અનેક સ્થળો આવેલા છે, જેમણે વિશ્વભરના પ્રવાસીઓને અકર્ષ્યા છે. જેમાં પણ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા અને ભૂકંપ જેવી કુદરતી આફતમાંથી ઊભા થયેલા કચ્છ જિલ્લામાં આવેલા વિશ્વના એકમાત્ર સફેદ રણને જોવા માટે પ્રવાસીઓના ટોળેટોળાં ઉમટે છે. એક સમયે જે રણની ઓળખ એક ઉજ્જ્ડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે ચાર મહિના સુધી રણનો ઉત્સવ એટલે કે રણોત્સવ ઉજવાય છે. આ વર્ષે રણોત્સવની શરૂઆત થઈ ગઈ છે, જે 28 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે. કચ્છની કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે તેનો શ્રેય ગુજરાતના પૂર્વ સીએમ અને હાલના ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે 2005માં શરૂ કરેલા કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે તે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ બન્યું છે. 14 November, 2024 07:01 IST Bhuj | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના બાવીસમાં એપિસોડમાં યોગ નિર્દેશક અમિષા પંચાલ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: બાળપણમાં સજા તરીકે કરેલ ઉઠક બેઠક તો છે લાભથી ભરપૂર

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ઉઠક બેઠક`ના ફાયદા, નુકસાન, કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા અને કેટલો સમય ક્યારે હોલ્ડ કરી શકાય છે. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં. 14 November, 2024 01:10 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઇન્દોરમાં કેટલીક મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર વિરોધ-પ્રદર્શન કરવા ઊતરી હતી.

બિઅર્ડને કારણે બબાલ થાય?

થોડા દિવસો પહેલાં જ ઇન્દોરમાં કેટલીક મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર વિરોધ-પ્રદર્શન કરવા ઊતરી હતી જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાઇરલ થતાં જ પુરુષો દાઢીમાં સારા લાગે કે દાઢી વગર એવી ડિબેટ શરૂ થઈ ગઈ. એક તરફ સેલિબ્રિટીઝમાં બિઅર્ડેડ લુક હૉટ છે ત્યારે ક્લીન શેવ લુક માટે મહિલાઓ અભિયાન ચલાવે એ બન્ને વાત કંઈ વિરોધાભાસી ન લાગે? અમે કેટલાંક કપલને જ પૂછ્યું કે શું પતિની દાઢીને લઈને પત્નીઓ ખુશ છે કે તેમને ત્યાંય બબાલ થાય છે? વાંચી લો યુગલોની હળવીફૂલ નોકઝોંકભરી વાતો  થોડા દિવસ પહેલાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં મહિલાઓએ એવા મુદ્દે વિરોધ-પ્રદર્શન કર્યું કે એ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું. આ મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર ઊતરી હતી. આનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. વિવિધ મુદ્દે વિરોધ-પ્રદર્શન થતાં હોય છે, પણ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથેનું આ અજીબોગરીબ પ્રદર્શન લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે. આમ તો ક્લીન શેવ વર્સસ બિઅર્ડના મુદ્દે અવારનવાર ડિબેટ થતી રહી છે. ઘણી મહિલાઓને પુરુષોની ક્લીન અને સ્મૂધ દાઢી વધુ પસંદ હોય છે. બીજી બાજુ એવું પણ કહેવાય છે કે દાઢી રાખવાવાળા પુરુષો શારીરિક અને સામાજિક રીતે વધુ પ્રભાવી લાગે છે. એટલે મહિલાઓ તેમનાથી વધુ આકર્ષિત થાય છે. એમાં પણ આજની યંગ જનરેશનમાં બિઅર્ડનો ક્રેઝ વધુ જોવા મળે છે. એવામાં આ મહિલાઓની ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડે ફરી લોકોમાં દાઢી રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ એ મુદ્દે વિવાદનો મધપૂડો છેડ્યો છે. આજે એવાં કેટલાંક કપલ સાથે વાતચીત કરીને જાણીએ કે શું તેમના વચ્ચે પણ દાઢીને લઈને ઘરમાં રકઝક થાય છે? તેમનો શું એક્સ્પીરિયન્સ રહ્યો છે? 13 November, 2024 06:10 IST Indore | Heena Patel
તુલસીવિવાહનું અનેરું માહાત્મ્ય

ચાલો, ભગવાનની જાનમાં

સનાતન હિન્દુ ધર્મમાં આજે દેવઊઠી એકાદશીના તુલસીવિવાહનું અનેરું માહાત્મ્ય છે. જે ઘરોમાં ઠાકોરજીની નિત્ય સેવા થતી હોય તેઓ ખૂબ રંગેચંગે આ વિવાહ વિધિ કરતા હોય છે. એક રીતે જોઈએ તો મિની મૅરેજ જેવો જ માહોલ ખડો થઈ જતો હોય છે. આ પરંપરા પાછળની કથા શું છે એ દ્વારકાના નિષ્ણાત પાસેથી જાણીએ અને સાથે મળીએ એવા પરિવારોને જેમને ત્યાં દાયકાઓથી આ પરંપરા પૂરી શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમભાવથી નિભાવાય છે. દરેક કૃષ્ણ મંદિર અને હવેલીમાં આજે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને દેવી તુલસી વૃંદાના વિવાહ સંસ્કારનો ઉત્સવ ઊજવાશે. આ પર્વ માત્ર મંદિરો પૂરતું જ નથી, ભાવિકો પોતાના ઘરે પધરાવેલા લાલાજીને પણ તુલસી સાથે લગ્નગાંઠે બાંધે છે. આ પ્રસંગે શેરડીના સાંઠા અને ફૂલહારથી લગ્નનો મંડપ સજાવાય છે, સુંદર રંગોળી રચાય છે. જગતના નાથનો મા તુલસી સાથે મંગલ પરિણય કરાવતા ભાવિક ભક્તો સાથે થોડી ગોષ્ઠિ કરીએ. 12 November, 2024 05:25 IST Mumbai | Heta Bhushan

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK