Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ફોટોઝ

મનોરંજન ફોટોઝ

મધુ ચોપરાએ ખાનગી સ્ક્રીનિંગની કેટલીક તસવીરો શૅર કરી

પ્રિયંકા ચોપરાની નવી ફિલ્મ HEADS OF STATEનું મમ્મીએ મુંબઈમાં યોજ્યું સ્ક્રીનિંગ

ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરા જોનાસ, ભલે મુંબઈથી દૂર હોય, જોકે આ અઠવાડિયે મુંબઈમાં તેની હાજરીનો અનુભવ થયો હતો. કારણ કે પ્રિયંકાની માતા, ડૉ. મધુ ચોપરાએ નજીકના મિત્રો અને પરિવાર માટે તેની નવી હૉલિવૂડ ફિલ્મ ‘હેડ્સ ઑફ સ્ટેટ’નું ખાનગી સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. 01 July, 2025 06:58 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉપર ડાબેથી - સુશાંત સિંહ રાજપૂત, શેફાલી જરીવાલા, સિદ્ધાર્થ શુક્લા; નીચે ડાબેથી - સૌંદર્યા, પુનીત રાજકુમાર, જિયા ખાન

આ ભારતીય સેલેબ્ઝે નાની ઉંમરમાં જ દુનિયાને કહ્યું હતું અલવિદા

ભારતીય મનોરંજન ઉદ્યોગે ઘણા પ્રતિભાશાળી સ્ટાર્સને ખૂબ જ વહેલા ગુમાવી દીધા છે. આઇકોનિક ફિલ્મ દિગ્ગજોથી લઈને ઉભરતા ટેલિવિઝન કલાકારો સુધી, આ સેલિબ્રિટીઓએ તેમના કામ દ્વારા ઘણી સારી છાપ છોડી દીધી છે પરંતુ નાની ઉંમરે, ઘણીવાર દુ:ખદ અથવા અણધાર્યા સંજોગોમાં તેમનું અવસાન થયું. અહીં કેટલાક જાણીતા નામો, તેમનું મૃત્યુ કેવી રીતે થયું અને તેઓએ કઈ ઉંમરે વિદાય લીધી તેના પર એક નજર છે. 01 July, 2025 06:57 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
શેફાલી જરીવાલા

ભણતર, લગ્ન, છૂટાછેડા, બીમારી.... શેફાલી જરીવાલાની જીવનસફરનાં આ પાસાં જાણો છો?

શેફાલી જરીવાલાના અકાળે અવસાનથી મનોરંજન જગતમાં જાણે શોકમાં ડૂબી ગયું છે. કાંટા લગા અને બિગ બોસ 13 માટે જાણીતી અભિનેત્રીનું ગઈકાલે રાત્રે તેના ઘરે મોત થયું હતું, આમ, માત્ર ૪૨ વર્ષની વયે દુનિયાને અલવિદા કરનાર શેફાલીનાં જવાથી સૌ કોઈ આઘાતમાં છે. આવો, અહીં તેની જીવનસફરનાં એ પાસાંઓ ઉકેલવાનો પ્રયાસ કરીએ જે બહુ ચર્ચામાં આવ્યા નથી. 29 June, 2025 06:31 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘માઁ’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં સેલેબ્ઝ

કાજોલની ‘માઁ’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં સ્ટાઇલિશ સિતારાઓ, જુઓ તસવીરો

કાજોલને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘માઁ’ આજે થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મની રિલીઝ પહેલાં એના ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અજય દેવગન, કાજોલ, યુગ દેવગન, તનુજા, તનીષા મુખરજી, રોહિત શેટ્ટી, ધનુષ, રેણુકા શહાણે અને સંજય મિશ્રા જેવાં સ્ટાર્સની સાથે દેવગન-પરિવારના મિત્રોએ હાજરી આપી હતી. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગનની કંપની દેવગન ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. નિર્દેશન વિશાલ ફુરિયાએ કર્યું છે. 28 June, 2025 06:37 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘ઉમરાવ જાન’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં બૉલીવુડની હસ્તીઓ

ફરી ઉમરાવ જાન બની રેખા: રીરિલીઝ ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ઊમટ્યું બૉલીવુડ

‘ઉમરાવ જાન’ આજે ફરીથી રિલીઝ થઈ રહી છે ત્યારે ગુરુવારે રાત્રે યોજાયેલા એના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં રેખાએ તેની આ આઇકૉનિક ફિલ્મનો લુક રીક્રીએટ કર્યો હતો. આ સ્ક્રીનિંગમાં બૉલીવુડની ઘણી હસ્તીઓ હાજર રહી હતી, પણ બચ્ચન પરિવારને એમાં આમંત્રણ નહોતું. ફિલ્મના ડિરેક્ટર મુઝફ્ફર અલી બચ્ચન પરિવારની હાજરીને લીધે વાતાવરણ ડહોળાય એવું નહોતા ઇચ્છતા એટલે તેમણે તેમને આમંત્રણ આપવાનું ટાળ્યું હતું. 28 June, 2025 06:37 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
જેફ બેઝોસ અને લૉરેન સાંચેઝ

Photos: બેઝોસ અને સાંચેઝે વેનિસમાં શરૂ કર્યું ગ્રાન્ડ વેડિંગ સેલિબ્રેશન

એમેઝૉનના સંસ્થાપક જેફ બેઝોસ અને લૉરેન સાંચેઝને ગુરુવારે વેનિસના અમન હોટેલમાં વૉટર ટેક્સીમાં જતાં જોવા મળ્યા હતા, જ્યાં તેમની મોસ્ટ અવેઇટેડ ગ્રાન્ડ વેડિંગનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું. (તસવીરો/એએફપી) 28 June, 2025 06:22 IST Venice | Gujarati Mid-day Online Correspondent
રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાની, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા, કૅટરીના કૈફ અને વિકી કૌશલ અને વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

ભારતનું સૌથી ફિટ કપલ કોણ? સ્પોર્ટ્સ મંત્રાલયે આ બૉલિવૂડ જોડીને આપ્યું ટાઇટલ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા બૉલિવૂડ ફિલ્મ મેકર જૅકી ભગનાની અને અભિનેત્રી રકુલ પ્રીત સિંહને ભારતના સૌથી ફિટ કપલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ફિટનેસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે જાણીતા, આ દંપતીએ સ્વસ્થ જીવન પ્રત્યેના તેમના સહિયારા સમર્પણ માટે આ ખિતાબ મેળવ્યો છે. 27 June, 2025 07:00 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું ડૉ. મયુર વ્યાસને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

અવનવી ભાષાઓ, અલગ અલગ પાત્રો - એક અવાજની અનંત યાત્રા: મળો ડૉ. મયુર વ્યાસને

ડૉ. મયૂર વ્યાસ, એક એવું નામ કે જેને કદાચ તમે ચહેરા પરથી નહીં ઓળખતા હોય, પણ તેમના અવાજથી ચોક્કસ ઓળખી શકો છો. આ પ્રખ્યાત વૉઇસ આર્ટિસ્ટે રજનીકાંત, રોબર્ટ ડાઉની જુનિયર, બ્રેડ પિટ અને ટૉમ હેંક્સ જેવા અનેક દિગ્ગજ કલાકારોને પોતાનો અવાજ આપ્યો છે. પરંતુ આ અવાજના જાદૂગર પોતાના દિવસનો આરંભ તો વિદ્યાર્થીઓને ભણાવતાં કરે છે, કારણ કે તેઓ એક પ્રૉફેસર પણ છે. ગુજરાતી મિડ-ડે સાથેની ખાસ વાતચીતમાં ડૉ. વ્યાસે તેમના કારકિર્દીના સંઘર્ષો, અવાજ પાછળની સર્જનાત્મકતા અને ભારતીય ડબિંગ ઉદ્યોગના ભવિષ્ય વિશે સ્પષ્ટપણે વાત કરી. 25 June, 2025 03:00 IST Mumbai | Hetvi Karia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK