Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સ્પોર્ટ્સ સમાચાર ફોટોઝ

આવું કહેવું છે ઇન્ડિયન સુપર લીગના સ્ટાર ફુટબૉલર આશુતોષ મહેતાનું. ફુટબૉલ માટે જબરદસ્ત પૅશન ધરાવતા ૩૬ વર્ષના આ ખેલાડીએ ૨૦ વર્ષની કારકિર્દીમાં ૩૫૦ ગેમ રમી છે. આંતરરાષ્ટ્રીય ફુટબૉલ મૅચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર તે પ્રથમ ગુજરાતી છે

અમારો ગોલ ફુટબૉલ છે: લોગ આપકો પાગલ બોલ રહે હૈં તો ઇસકા મતલબ આપ સહી જા રહે હો

ફુટબૉલ વર્લ્ડ કપનો ફીવર બરાબર જામ્યો છે ત્યારે મળીએ આ રમતનું પૅશન ધરાવતા અને એને પ્રોફેશન બનાવવા માગતા ગુજરાતીઓને. ‌‌‌‌ક્રિકેટપ્રેમી ભારત ફુટબૉલમાં વર્લ્ડ લેવલ પર ઘણું પાછળ છે ત્યારે આ ગેમમાં કોઈ કરીઅર બનાવવા માગતું હોય તો આશ્ચર્ય જરૂર થાય, પણ આ દીવાનાઓ તો કહે છે... ફુટબૉલના આગામી ત્રણ વર્લ્ડ કપમાં હું ભારતની ટીમને જોતો નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને તાલીમ ક્ષેત્રે હજુ ઘણું કામ કરવાનું છે. ખેલાડીઓને તૈયાર થવામાં વાર લાગશે, છતાં ડંકે કી ચોટ પર કહું છું કે ફુટબૉલમાં કરીઅર છે, છે ને છે જ. ફુટબૉલમાં પણ પૈસો, પ્રસિદ્ધિ અને સ્ટારડમ છે. બસ, રમવાનું ઝનૂન અને પાગલપંતી ખતમ ન થવાં જોઈએ. અન્ય સ્પોર્ટ સાથે તુલના કરવાની જરૂર નથી. આજથી ૨૦ વર્ષ પહેલાં ફુટબૉલ રમવાની વાત કરી ત્યારે અનેક લોકોએ મને કહ્યું હતું, પાગલ છે? ફુટબૉલનો ક્રેઝ હોતો હશે? એમાં કરીઅર અને પૈસા નથી; જોકે હું આજે પણ ફુલ ટાઇમ પ્રોફેશનલ ફુટબૉલર છું. આ શબ્દો છે ઇન્ડિયન સુપર લીગ (ISL)ની Sporting Club Delhiના ૩૬ વર્ષના ડિફેન્ડર આશુતોષ મહેતાના. આશુતોષ કહે છે, ‘દરેક સ્પોર્ટ્‍સપર્સનનું ડ્રીમ હોય છે વર્લ્ડ કપ રમવાનું, પરંતુ વાસ્તવિકતાને સ્વીકારવી જરૂરી છે. ૨૦ વર્ષમાં ફુટબૉલજગત ઘણું બદલાયું છે. નવા ભારતના યુવા ખેલાડીઓ મૉડર્ન ફુટબૉલ રમે છે. તેઓ આક્રમક અને ઊર્જાથી ભરપૂર છે. એક દિવસ આવશે જ્યારે તેઓ ભારતને વૈશ્વિક ફલક પર લઈ જશે. મને હંમેશાંથી ફુટબૉલ જ રમવું હતું. આ સ્પોર્ટ કેમ એનો મારી પાસે જવાબ નથી. બે દાયકાથી વિશ્વમાં નંબર વન મનાતી ગેમમાં છું અને ભારતના ટૉપ લેવલના ખેલાડીઓમાં મારી ગણના થાય છે. ક્યાંક પહોંચવા મેદાનમાં રહેવું મહત્ત્વપૂર્ણ છે. કોઈને લાગતું હોય કે આ ઘેલછા છે તો માનજો તમે સાચી દિશામાં છો. પાગલ નહીં બોલા તો આપ ગલત રાસ્તે પે હો, ફિર છોડ દો...’ લોકલ મૅચથી નૅશનલ ટીમ સુધી આશુતોષ મલાડનો રહેવાસી છે. સ્કૂલમાં ભણવામાં ઍવરેજ સ્ટુડન્ટ હતો. રમતગમતમાં અતિશય રુચિ હતી. ટીવી પર ફુટબૉલ ટુર્નામેન્ટ જોવાનો ક્રેઝ હતો. ૧૦૦-૨૦૦ મીટરની દોડ અને હાઈ જમ્પ સ્પર્ધામાં ભાગ લેતો. કોચ ખાલિદ જમીલ અત્યારે ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશન (AIFF) દ્વારા નિમાયેલી નૅશનલ મેન્સ ફુટબૉલ ટીમના કોચ છે. તેમણે આશુતોષની ક્ષમતાને ઓળખીને કહ્યું, ફુટબૉલ રમવું જોઈએ. આશુતોષ કહે છે, ‘ત્યાર બાદ તેમના માર્ગદર્શનમાં ફુટબૉલ રમવાનું શરૂ કર્યું. જોકે પ્રોફેશનલ ફુટબૉલર બનવું સરળ નહોતું. શરૂઆતમાં લોકલ મૅચ રમીને કુશળતા કેળવી, રમતનાં વિવિધ પાસાંઓને સમજવાનો પ્રયાસ કર્યો. ૨૦૧૦માં I-Leagueની ટીમ Mumbai FCમાં પહેલો મોટો બ્રેક મળ્યો. જુદી-જુદી ૧૦ ક્લબ માટે રમ્યો છું. ૨૦૧૪માં ISLની સૌપ્રથમ સીઝનમાં FC Pune City ટીમમાં સ્થાન મળ્યું. NorthEast United FC માટે રમતી વખતે શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું, જેના કારણે નૅ‌‌શનલ ટીમના દરવાજા ખૂલ્યા. લાંબા સમય સુધી ડોમેસ્ટિક ફુટબૉલમાં સતત સારું પ્રદર્શન કર્યા પછી માર્ચ, ૨૦૨૧માં વર્ષો જૂનું સપનું પૂરું થયું. તત્કાલીન હેડ કોચે ઓમાન-UAE ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ માટે સિલેક્ટ કર્યો. Blue Tigersની જર્સી પહેરીને ભારત માટે ડેબ્યુ કર્યું. આ મૅચ ૧-૧થી ડ્રૉ રહી હતી. જોકે ડિફેન્ડર તરીકે મારા પ્રદર્શનની નોંધ લેવાઈ. આંતરરાષ્ટ્રીય ફુટબૉલ મૅચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર હું પહેલો ગુજરાતી ફુટબૉલર બન્યો. આ સિદ્ધિ અને અત્યારે હું જે સ્થાન પર છું એનું સંપૂર્ણ શ્રેય કોચ ખાલિદ જમીલને જાય છે. ૧૨ વર્ષ સુધી તેઓ મારા કોચ રહ્યા. ISLની પ્રથમ સીઝનથી જ ટોચની ફ્રૅન્ચાઇઝી માટે પ્રોફેશનલ ફુટબૉલર તરીકે રમું છું.’ ફુટબૉલ કલ્ચર વૈશ્વિક ફુટબૉલ અને ભારતનું ફુટબૉલ કલ્ચર તદ્દન જુદું છે. યુરોપ-અમેરિકામાં ફુટબૉલ રિલિજિયન સમાન છે. પેઢીઓથી લોકો મૅચ જોવાના દીવાના છે. સ્થાનિક ક્લબને ફુલ સપોર્ટ કરે છે. લોકલ મૅચના દિવસે પણ આખું શહેર ઊમટી પડે છે. ભારતમાં ક્રિકેટનો પ્રભાવ છે અને ફુટબૉલના ચાહકો બે ભાગમાં વહેંચાયેલા છે. પશ્ચિમ બંગાળ, કેરલમ અને નૉર્થ-ઈસ્ટમાં સ્થાનિક ફુટબૉલનો ક્રેઝ છે; જ્યારે બાકીના વિદેશી ક્લબોને વધુ ફૉલો કરે છે. તફાવત વિશે આશુતોષ કહે છે, ‘યુરોપ અને અમેરિકામાં દેશના ખૂણે-ખૂણે ફુટબૉલ રમાય છે. ભારતમાં આ કલ્ચર ચોક્કસ રાજ્યો પૂરતું સીમિત છે. કેરલમ, કલકત્તા, ગોવા અને નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં ફુટબૉલ જીવનશૈલીનો ભાગ છે. કલકત્તામાં ૭૦,૦૦૦ની મેદની ઊમટે છે. આ વાતાવરણ આખા ભારતમાં નથી. અત્યારે દેશના હજારો યુવાનો વર્લ્ડ કપ જોવા રાતના ઉજાગરા કરે છે. પોતાની ફેવરિટ ટીમના રંગમાં રંગાઈ જાય છે. જોકે એમાં કંઈ ખોટું નથી. જે દિવસે ભારતીય ચાહકો મોડી રાત્રે યુરોપિયન મૅચો જોવાની સાથે સાંજે સ્થાનિક મેદાન પર ભારતીય ક્લબોને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં જશે એ દિવસે ભારતીય ફુટબૉલ કલ્ચર ખરા અર્થમાં વૈશ્વિક બની જશે. જોકે ISL આવ્યા પછી ભારતીય ફુટબૉલરો લાઇમલાઇટમાં આવ્યા. ખેલાડીને રિસ્પેક્ટ અને ઓળખ મળ્યા. ફાઇનૅન્શિયલ લાભ પણ મળવા લાગ્યો છે. મેં રમવાનું શરૂ કર્યું ત્યારે સુવિધાના નામે મીંડું હતું. આજે પણ દેશમાં ફુટબૉલનાં મેદાનોની કમી છે. માળખાગત સુવિધાઓ મર્યાદિત છે છતાં નવી પેઢીના ફુટબૉલરો મૅચ્યોર્ડ અને સ્માર્ટ છે. મૉડર્ન ફુટબૉલ સાથે તેમનો પરિચય થઈ રહ્યો છે. તાલીમ દરમ્યાન ખેલાડીની સ્લીપ, હાઇડ્રેશન, ન્યુટ્રિશન, ફિટનેસ વગેરે બાબતો પર ખાસ ધ્યાન અપાય છે. ઘણા પેરન્ટ્સ પૂછે છે, મારા દીકરાને ફુટબૉલર બનવું છે તો શું કરીએ? હું તેમને કહું છું, આક્રમક ગેમ છે; સર્જ્યન બનવું સહેલું છે, ફુટબૉલર બનવું અઘરું છે; દરેક ગેમ નવી ચૅલેન્જ લઈને આવે છે; ડિસિપ્લિન અને અલગ માઇન્ટસેટ હોય તો રમવા દો.’ ૩૫૦ ગેમ રમી ચૂક્યો છું, ૩૬ વર્ષનો થયો અને હજી મેદાનમાં રહેવું છે. સોશ્યલ મીડિયા પર સ્પોર્ટ્‍સમૅનની લાઇફ ફૅન્સી લાગે છે, પણ હકીકતમાં અમારી લાઇફ બોરિંગ છે. વ્યાયામ, ઊંઘ, વજન કરીને ખાવાનું, પ્રૅક્ટિસ આ બધું જીવન સાથે એવું વણાઈ ગયું છે કે એના વિના શું કરીશ એ વિચાર ડરામણો છે. મને બીજું કંઈ કરતાં આવડતું નથી. જોકે એક દિવસ મેદાન છોડવાનું છે. જે દિવસે રમવાનું બંધ થયું એ ડાઉનફૉલ હશે. મેસી મૅજિક ફુટબૉલનો સુપરસ્ટાર લીઅનલ મેસી ગયા વર્ષે ૧૪ ડિસેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવ્યો ત્યારે કાન ફાડી નાખે એટલા જોરથી ફૅન્સ મેસી... મેસી....ની બૂમો પાડતા હતા. આશુતોષ મહેતા માટે પણ જિંદગીની એ યાદગાર ક્ષણ હતી જ્યારે તે મેસીને રૂબરૂ મળ્યો. જોકે ભાષાની મર્યાદાના લીધે વધુ વાતચીત થઈ ન શકી. રસપ્રદ વાત એ કે આશુતોષનો ફેવરિટ ફુટબૉલર મેસી નહીં પણ ક્રિસ્ટીઆનો રોનાલ્ડો છે. તે કહે છે, ‘મારો ઑલ-ટાઇમ પસંદીદા પ્લેયર હંમેશાં રોનાલ્ડો જ રહેશે. ૪૧ વર્ષની ઉંમરે પણ જે હાઈ એનર્જી, ફિટનેસ અને ઝનૂન સાથે મેદાન પર ઊતરે છે એ મને સૌથી વધુ ઇન્સપાયર કરે છે. ગેમ પર તેનો જબરદસ્ત પ્રભાવ હોય છે. એક પ્લેયર તરીકે મને આ ઇન્ટેન્સિટી આકર્ષે છે.’ 12 July, 2026 05:52 IST Mumbai | Varsha Chitaliya
આજનાં વન્ડર વુમન છે ઉર્વશી પારેખ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Wonder Women: ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઊતરતાં જ છવાઈ જાય છે મુંબઈનાં આ ગુજ્જુ બહેન

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે ઉર્વશી પારેખ. ઉર્વશીબહેન પ્રોફેશનલ ક્રિકેટ સાથે જોડાયેલાં છે. લેફ્ટ-હેન્ડેડ બેટ્સમેન અને રાઇટ-હેન્ડેડ બૉલર તરીકે જાણીતા ઉર્વશીબહેન લગભગ દરેક વીકેન્ડ પર ટુર્નામેન્ટ રમે છે, અને મોટાભાગની ટુર્નામેન્ટમાં વિજેતા બને છે. આ ફિલ્ડમાં ૧૩૦ કરતાં પણ વધારે એવોર્ડસ મેળવ્યા છે. 24 June, 2026 02:46 IST Mumbai | Dharmik Parmar
આ કાર્યક્રમ ઇન્ડિયા ખેલો ફૂટબૉલ (IKF) દ્વારા હાથ ધરવામાં આવે છે, અને તેના વિસ્તરણને ટાયગર કૅપિટલનું સમર્થન મળ્યું છે.

Photos: ઇન્ડિયા ખેલો ફૂટબૉલ ભારતના 40થી વધુ શહેરોમાં ‘નારી શક્તિ ટ્રાયલ’ યોજશે

દેશભરમાં યુવા મહિલા ફૂટબૉલરો માટે તકો વધારવાના હેતુથી `નારી શક્તિ ટ્રાયલ્સ` કાર્યક્રમ 40 થી વધુ શહેરોમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે. આ પહેલ ભારતમાં ખાસ કરીને છોકરીઓ માટે રચાયેલ થોડા મહિલા-આગેવાની હેઠળના ફૂટબૉલ સ્કાઉટિંગ કાર્યક્રમોમાંની એક છે, જે રમતમાં વધુ માળખાગત અને સુલભ માર્ગો પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. 09 June, 2026 03:09 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
બીજી વખત ટ્રોફી ઉપાડીને જીતના જશનમાં લીન થઈ ગયા હતા બૅન્ગલોરના ખેલાડીઓ.બીજી વખત ટ્રોફી ઉપાડીને જીતના જશનમાં લીન થઈ ગયા હતા બૅન્ગલોરના ખેલાડીઓ

વન ફેલ્ટ નાઇસ, વી ડિડ ઇટ ટ્વાઇસ

આ સ્લોગન લખેલું ટી-શર્ટ પહેરીને બૅન્ગલોરના પ્લેયર્સે જબરદસ્ત સેલિબ્રેશન કર્યું 02 June, 2026 12:46 IST Mumbai | Gujarati Mid-day Correspondent
IPL ફાઇનલના ચમકારા

IPL ફાઇનલના ચમકારા: વિશાળ ટ્રોફી સાથે ફોટો પડાવવા ભીડ જામી, ગરમીએ કર્યા પરેશાન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ ફાઇનલ મૅચમાં પ્રેક્ષકોની ભારે ભીડ જામી હતી. મુંબઈના અનેક ચાહકો અમદાવાદ પહોંચ્યા હતા તો બીજી તરફ ગરમીને કારણે અનેક પ્રેક્ષકોને ચક્કર પણ આવ્યાં હતાં. જુઓ અહીં IPL ફાઇનલના ચમકારા... 01 June, 2026 10:46 IST Ahmedabad | Shailesh Nayak
મોડેલ મહિકા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર ટ્રિપની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. (તસવીરો: માહિકા શર્મા ઇન્સ્ટાગ્રામ)

હાર્દિક અને માહિકનું ફ્રાન્સમાં રોમેન્ટિક વૅકેશન, તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા હાલમાં ફ્રાન્સમાં વૅકેશન માણી રહ્યા છે. આ કપલની ફ્રાન્સના સેન્ટ-ટ્રોપેઝમાં રોમેન્ટિક વૅકેશન એન્જોય કરી રહ્યા હોવાની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શૅર કરી છે. (તસવીરો: માહિકા શર્મા ઇન્સ્ટાગ્રામ) 29 May, 2026 05:38 IST Paris | Gujarati Mid-day Online Correspondent
સચિન તેન્ડુલકર

સૂર્યવંશીની વૈભવશાળી ઇનિંગ્સથી પ્રભાવિત થયા દેશ-વિદેશના ક્રિકેટર્સ

વૈભવ સૂર્યવંશીનું બૅટ-સ્વિંગ જબરદસ્ત રહ્યું છે. એનાથી પણ વધુ નોંધપાત્ર વાત એ છે કે તે પોતાના પગ પર નિશાન સાધતા બૉલ માટે જગ્યા બનાવવા માટે પોતાના આગળના પગને સુંદર રીતે હટાવે છે. આ સ્વતંત્રતા તેને તે જે રીતે રમે છે એ રીતે રમવાની મંજૂરી આપે છે. આ ઇનિંગ્સ શાનદાર હતી. 29 May, 2026 12:52 IST Mumbai | Gujarati Mid-day Correspondent
મૅચમાં સારા પ્રદર્શન પછી, વૈભવે તેના ચાહકો માટે ચાર શબ્દો લખી પ્રતિક્રિયા શૅર કરી છે. તેની આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. (તસવીરો: વૈભવ સૂર્યવંશી ઇન્સ્ટાગ્રામ)

IPL 2026 RR vs MI: મૅચમાં જોરદાર જીત બાદ વૈભવ સૂર્યવંશીએ શૅર કરી ખાસ પોસ્ટ

IPl 2026 માં ગઈ કાલે રાજસ્થાન રૉયલ્સ (RR)ના વૈભવ સૂર્યવંશીએ મુંબઈ ઇન્ડિયન્સ (MI) ના બૉલરોને આડે હાથ લીધા હતા. તેણે મૅચ દરમિયાન MI ના જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, હાર્દિક પંડ્યા અને દીપક ચહર જેવા દિગ્ગજ બૉલરો સામે આક્રમક બૅટિંગ કરી હતી. વૈભવે બુમરાહના પહેલા જ બૉલ પર છગ્ગો ફટકાર્યો. (તસવીરો: વૈભવ સૂર્યવંશી ઇન્સ્ટાગ્રામ) 08 April, 2026 03:45 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK