પાછલા સાત દિવસમાં આ કોઈનમાં 5.47 ટકા વૃદ્ધિ થઈ છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ક્રિપ્ટોકરન્સીમાં સૌથી વધુ પ્રસિદ્ધ કોઇન એટલે કે બિટકોઇન બુધવારે 21મી મેના રોજ એની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. બુધવારે રાત્રે 9 વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકના ગાળામાં બિટકોઇન 3.94 ટકા વધીને 1,09,070 ડૉલરના નવા શિખરે પહોંચ્યો હતો. પાછલા સાત દિવસમાં આ કોઈનમાં 5.47 ટકા વૃદ્ધિ થઈ છે. બુધવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સાર્વત્રિક તેજી હતી. ઈથેરિયમ 3.71 ટકા વધીને 2,575 ડૉલર થયો હતો, જ્યારે એક્સઆરપીમાં 2.44 ટકા, બીએનબીમાં 2.15, સોલાનામાં 3.97, ડોઝકોઇનમાં 5.98 ટકા, કાર્ડાનોમાં 4.91, ચેઇનલિંકમાં 4.05 અને અવાલાંશમાં 4.73 ટકા વધારો નોંધાયો હતો. કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન 3.75 ટકા વધીને 3.43 ટ્રિલ્યન ડૉલર થયું હતું. ચોવીસ કલાકના ગાળામાં માર્કેટમાં વોલ્યુમ 10.91 ટકા વધીને 136.36 બિલ્યન ડૉલર નોંધાયું હતું. માર્કેટમાં બિટકોઇનનું વર્ચસ્ 63.3 ટકા રહ્યું હતું.
અહીં જણાવવું રહ્યું કે બિટકોઇન કોઇ પણ ઘડીને 1.10 લાખ ડૉલરની સપાટી તોડે એવી શક્યતા છે. એનું માર્કેટ કૅપિટલાઇઝેશન 2.16 ટ્રિલ્યન ડૉલર છે.

