Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકાનો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો લંબાઈ જવાની શક્યતાએ સોનામાં વધુ ઘટાડો

અમેરિકાનો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો લંબાઈ જવાની શક્યતાએ સોનામાં વધુ ઘટાડો

30 April, 2024 07:01 AM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

જિયોપૉલિટિકલ ટેન્શન ઘટતાં સોના-ચાંદીમાં લેવાલીનું આકર્ષણ ખતમ થયું

પ્રતીકાત્મક તસવીર

કોમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર


અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો છેક નવેમ્બર સુધી લંબાઈ જવાની શક્યતા અને ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો ત્રણ વખત નહીં, પણ એક જ વખત થવાની શક્યતાથી વિશ્વબજારમાં સોનું સતત ઘટી રહ્યું છે. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું-ચાંદી ગયા સપ્તાહે સતત ત્રણ દિવસ વધ્યા બાદ સપ્તાહના આરંભે સોમવારે ઘટ્યા હતા. સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૫ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૪૬ રૂપિયા ઘટ્યા હતા. 

વિદેશ પ્રવાહ
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ૦.૧૩ ટકા ઘટીને ૧૦૫.૮૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એક સપ્તાહ અગાઉ ૧૦૬.૨૩ પૉઇન્ટ હતો. જૅપનીઝ યેન સતત ઘટી રહ્યો હોવાથી ગવર્નમેન્ટ દ્વારા કોઈ પગલાં લેવાના સંકેતને પગલે યેનનું મૂલ્ય બે ટકા સુધરતાં ડૉલર ઘટ્યો હતો. ચાલુ સપ્તાહે ફેડની બે દિવસીય પૉલિસી મીટિંગ બુધ-ગુરુવારે યોજાશે જેમાં ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ ફેરફાર થવાના કોઈ ચાન્સ દેખાતા નથી, પણ ૨૦૨૪માં ફેડ ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો ક્યારે ચાલુ કરશે એ વિશે સંકેત મળવાના ચાન્સ હોવાથી ફેડની મીટિંગ તરફ બધાની નજર છે. ચાલુ સપ્તાહે ફન્ડની મીટિંગ ઉપરાંત અમેરિકા, ચીન, યુરો એરિયા, જપાન સહિત અનેક દેશોના એપ્રિલ મહિનાના મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથ ડેટા જાહેર થશે. અમેરિકાના જૉબ-ઓપનિંગ ડેટા અને ફૉરેન ટ્રેડ ડેટા જાહેર થશે. ચાલુ સપ્તાહે યુરો એરિયાના ઇન્ફ્લેશનના ડેટા પર ખાસ નજર રહેશે, કારણ કે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક જૂનથી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડાની શરૂઆત કરવાની તૈયારી કરી રહ્યું હોવાથી ઇન્ફ્લેશનના ડેટા બહુ અગત્યના સાબિત થશે. 



અમેરિકાનો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ એપ્રિલમાં ઘટીને ૭૭.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૭૯.૪ પૉઇન્ટ અને પ્રિલિમિનરી રીડિંગમાં ૭૭.૯ પૉઇન્ટ હતો. કરન્ટ કન્ડિશન અને એક્સપેક્ટેશનનો ઇન્ડેક્સ પણ ઘટ્યો હતો. અમેરિકાનું આગામી એક વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન એપ્રિલમાં પાંચ મહિનાની ઊંચી સપાટીએ ૩.૨ ટકા રહ્યું હતું જે માર્ચમાં ૨.૯ ટકા હતું અને માર્કેટની ધારણા ૩.૧ ટકાની હતી. આગામી પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન પણ ૨.૮ ટકાથી વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ત્રણ ટકાએ પહોંચ્યું હતું. 
અમેરિકાનો પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ માર્ચમાં વધીને ૨.૮ ટકાએ પહોંચ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૨.૬ ટકાની હતી. અમેરિકન પબ્લિકનું પર્સનલ સ્પે​ન્ડિંગ માર્ચમાં ૦.૮ ટકા વધ્યું હતું અને પર્સનલ ઇન્કમ માર્ચમાં ૦.૫ ટકા વધી હતી. 


ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ૨૦૨૪ના પ્રથમ ત્રણ મહિનામાં ૪.૩ ટકા વધ્યો હતો. જોકે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ૧૦.૨ ટકા વધ્યો હોવાથી માર્ચમાં ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ઘટ્યો હતો. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
સોના-ચાંદીના ભાવમાં મોટી તેજીનો દોર હવે સમાપ્તિ તરફ આગળ વધી રહ્યો હોય એ રીતે ભાવ ધીમી ગતિએ પણ એકધારા ઘટી રહ્યા છે. સોનાનો ભાવ ઑલટાઇમ હાઈ ૨૪૩૧.૭૦ ડૉલરની સપાટીથી ૧૦૦થી ૧૩૫ ડૉલર ઘટી ગયો છે. સોનામાં આગામી સમયમાં બે નવા ડેવલપમેન્ટ થાય તો તેજી થઈ શકે છે, (૧) જિયોપૉલિટિકલ ટેન્શન વધે એવું કોઈ નવું ડેવલપમેન્ટ થાય અને (૨) બૅન્ક ઑફ જપાન દ્વારા યેનની મંદી રોકવા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કે અન્ય કોઈ પગલાં લેવાય તો ડૉલર પર દબાણ વધતાં સોનામાં તેજી જોવા મળી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 07:01 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK