Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટકટને બદલે રેટ વધારાની વાતો શરૂ થતાં સોનું ગગડ્યું

અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટકટને બદલે રેટ વધારાની વાતો શરૂ થતાં સોનું ગગડ્યું

02 May, 2024 06:26 AM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

વર્લ્ડ માર્કેટમાં સોનાએ ફરી ૨૩૦૦ ડૉલરની સપાટી તોડતાં વેચવાલીનો દોર શરૂ થયો

પ્રતીકાત્મક તસવીર

કોમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર


અમેરિકાનો ઇન્ટરેસ્ટ રેટ ૨૦૨૪માં ઘટશે એવી ફેડ ચૅરમૅને ૨૦૨૩ના અંતિમ મહિનાઓમાં જાહેરાત કરી હતી, પણ હવે ઇન્ટરેસ્ટ રેટ ઘટવાની વાત દૂર રહી, પણ ઇન્ફ્લેશન સતત વધી રહ્યું હોવાથી ઇન્ટરેસ્ટ રેટમાં એક વધારો થવાની શક્યતાની ચર્ચા શરૂ થતાં વર્લ્ડ માર્કેટમાં સોનાના ભાવે ૨૩૦૦ ડૉલરની સપાટી તોડી હતી. મુંબઈની જ્વેલરી અને કરન્સી માર્કેટ મહારાષ્ટ્ર ડે નિમિતે બંધ હતી. 

વિદેશ પ્રવાહ
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ૦.૧ ટકા વધીને ૧૦૬.૩૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ચાર સેશન અગાઉ ૧૦૫.૬૦ પૉઇન્ટ હતો. અમેરિકન એમ્પ્લૉયમેન્ટ કૉસ્ટ વધતાં આગામી દિવસમાં ઇન્ફ્લેશનમાં વધારો થશે આથી ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાનું હાલ વિચારી શકે એમ નથી એટલે ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળી હતી. વળી ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડનો ડૉલર ઘટતાં અમેરિકન ડૉલરને મજબૂતી મળી હતી. અમેરિકાની એમ્પ્લૉયમેન્ટ કૉસ્ટ ૨૦૨૪ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૧.૨ ટકા વધી હતી જે અગાઉના ક્વૉર્ટરમાં ૦.૯ ટકા વધી હતી અને માર્કેટની ધારણા એક ટકા વધારાની હતી. અમેરિકન એમ્પ્લૉયમેન્ટ કૉસ્ટનો વધારો છેલ્લા એક વર્ષનો સૌથી મોટો હતો. અમેરિકાના ટૉપ લેવલનાં ૨૦ શહેરોમાં હોમપ્રાઇસ ફેબ્રુઆરીમાં ૭.૩ ટકા વધ્યા હતા. આ વધારો છેલ્લા દોઢ મહિનાનો સૌથી મોટો વધારો હતો. જાન્યુઆરીમાં પણ હોમપ્રાઇસ ૬.૬ ટકા વધ્યા હતા અને માર્કેટની ધારણા ૬.૭ ટકા વધારાની હતી. અમેરિકન હોમપ્રાઇસ અને એમ્પ્લૉયમેન્ટનો વધારો આગામી દિવસોમાં ઇન્ફ્લેશનમાં મોટો વધારો થવાનો સંકેત આપે છે. 



શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
અમેરિકન ઇન્ફ્લેશન ધારણા કરતાં વધુ ઊંચું જવાના સંકેતને બદલે ફેડને હવે ઇન્ટરેસ્ટ રેટ બાબતે ઊલટી દિશામાં વિચારવું પડે એવાં અનુમાનોની ચર્ચા શરૂ થઈ છે. ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલે ગયા વર્ષે નવેમ્બરમાં જાહેરાત કરી હતી કે ૨૦૨૪માં ફેડ ત્રણ વખત ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરશે, પણ ૨૦૨૪માં હવે ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરે એવી શક્યતા દિવેસે-દિવસે ઘટી રહી છે, પણ ફેડને હવે ઇન્ટરેસ્ટ રેટમાં એક વખત વધારો કરવો પડે એવી સ્થિતિ આવી પડી છે. ફેડનો બે ટકા ઇન્ફ્લેશનનો ટાર્ગેટ આગામી બે વર્ષ સુધી હાંસલ થઈ શકે એમ નથી. સીએમઈ ફેડ વૉચના રિપોર્ટમાં એકાએક ઇન્ટરેસ્ટ રેટમાં વધારાના ચાન્સ દેખાડવાના ચાલુ થયા છે. ફેડની જૂન મીટિંગમાં એક ટકો, જુલાઈ મીટિંગમાં ૦.૯ ટકા અને સપ્ટેમ્બર મીટિંગમાં ૦.૬ ટકા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાના ચાન્સ દેખાડાયા છે. જો ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં ધારણા પ્રમાણે એક વખત પણ વધારો કરે તો સોનામાં ફરી ૨૦૦૦ ડૉલરની નીચેના ભાવ જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 06:26 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK