Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > હર્ષ ગોએન્કાનો દાવો: શેર બજારમાં હર્ષદ મહેતાનો યુગ પાછો આવી રહ્યો છે, થઈ રહી છે ગેમ

હર્ષ ગોએન્કાનો દાવો: શેર બજારમાં હર્ષદ મહેતાનો યુગ પાછો આવી રહ્યો છે, થઈ રહી છે ગેમ

04 May, 2024 04:54 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હર્ષ ગોએન્કાએ હવે શેરબજારમાં શેરના ભાવમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો છે. તેમણે હર્ષદ મહેતા અને કેતન પારેખના યુગના પુનરાગમનની પણ શક્યતા વ્યક્ત કરી છે

હર્ષ ગોએન્કા

હર્ષ ગોએન્કા


કી હાઇલાઇટ્સ

  1. હર્ષવર્ધન ગોએન્કા તેમના સ્પષ્ટ અવાજ અને સોશિયલ મીડિયા પર સક્રિયતા માટે જાણીતા છે
  2. હર્ષ ગોએન્કાએ હવે શેરબજારમાં શેરના ભાવમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો છે
  3. તેમણે હર્ષદ મહેતા અને કેતન પારેખના યુગના પુનરાગમનની પણ શક્યતા વ્યક્ત કરી છે

પ્રખ્યાત ઉદ્યોગપતિ અને આરપીજી ગ્રુપના અધ્યક્ષ હર્ષવર્ધન ગોએન્કા (Harsh Goenka Claim) તેમના સ્પષ્ટ અવાજ અને સોશિયલ મીડિયા પર સક્રિયતા માટે જાણીતા છે. હર્ષ ગોએન્કાએ હવે શેરબજારમાં શેરના ભાવમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો છે. તેમણે હર્ષદ મહેતા અને કેતન પારેખના યુગના પુનરાગમનની પણ શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, કોલકાતામાં શેરની કિંમત સાથે રમાઈ રહ્યું છે. જેમાં કંપનીઓના પ્રમોટર્સ અને સ્ટૉક બ્રોકર્સનો સમાવેશ થાય છે. હર્ષ ગોયેન્કા (Harsh Goenka Claim)એ નાણાં મંત્રાલય પાસે આ મામલે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.

પ્રમોટર અને બ્રોકર સાથે મળીને આ રમત રમી રહ્યા છે



હર્ષ ગોયેન્કા (Harsh Goenka Claim)એ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પર લખ્યું કે, આ દિવસોમાં શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ રહી છે. તેનો લાભ લેવા માટે કેટલાક લોકો હર્ષદ મહેતા અને કેતન પારેખની જેમ કામ કરી રહ્યા છે. આ સાંઠગાંઠ મુખ્યત્વે કોલકાતાથી કાર્યરત છે. કંપનીઓના પ્રમોટરો પ્રોફિટ એન્ટ્રી દ્વારા તેમના નફામાં અતિશયોક્તિ કરી રહ્યા છે. આ ગરબડમાં ગુજરાતી અને મારવાડી દલાલો પણ સામેલ છે. આ બ્રોકરો શેરના ભાવને અવાસ્તવિક ઊંચાઈએ લઈ જવાની રમત રમી રહ્યા છે.



નાના રોકાણકારોને મોટું નુકસાન થઈ શકે છે

તેમણે લખ્યું કે, “હવે સમય આવી ગયો છે કે નાણાં મંત્રાલય આમાં હસ્તક્ષેપ કરે અને તપાસ કરીને કાર્યવાહી કરે. શેરબજારમાં આવી ખોટી પ્રથાઓ આખરે નાના રોકાણકારોને ભારે નુકસાન પહોંચાડી શકે છે.” તેમણે આ પોસ્ટમાં નાણા મંત્રાલયને પણ ટેગ કર્યું છે.

આરપીજી ગ્રુપમાં 15 કંપનીઓનો સમાવેશ થાય છે

હર્ષવર્ધન ગોએન્કા 1988થી આરપીજી ગ્રુપના ચેરમેન છે. આ જૂથમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી 15 કંપનીઓનો સમાવેશ થાય છે. આરપીજી ગ્રુપનું ટર્નઓવર આશરે $4.7 બિલિયન છે. તેમના આ મોટા ઘટસ્ફોટ બાદ શેરબજારમાં ઉથલપાથલ થઈ શકે છે.

જર્મનીના ૯૦ ટકા લોકો ડિજિટલ યુરોના સમર્થનમાં આઇસી૧૫ ઇન્ડેક્સ ૭૨૪ પૉઇન્ટ વધ્યો

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પાછલા દિવસોમાં આવેલા ઘટાડા બાદ ગુરુવારે સાધારણ વૃદ્ધિ થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧.૦૦ ટકો (૭૨૪ પૉઇન્ટ) વધીને ૭૩,૨૮૮ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૨,૫૬૪ ખૂલીને ૭૫,૫૬૯ની ઉપલી અને ૭૧,૮૪૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કૉઇન વધ્યા હતા, જેમાં સોલાના ૧૦.૨૭ ટકા સાથે ટોચનો વધનાર હતો. પોલકાડૉટ, પૉલિગોન અને ચેઇનલિન્કમાં પાંચથી આઠ ટકાની વૃદ્ધિ થઈ હતી. દરમ્યાન અમેરિકાના બે સંસદસભ્યોએ માઇનર્સ અને સ્ટેકર્સ માટે ક્રિપ્ટોકરન્સી કરવેરા બાબતે સ્પષ્ટતા કરવાની માગણી સાથેનો ખરડો રજૂ કર્યો છે. બીજી બાજુ, જર્મનીની કેન્દ્રીય બૅન્ક ડોઇશ બન્ડસબૅન્કે તાજેતરમાં કરાવેલા સર્વેક્ષણ અનુસાર ૯૦ ટકા જર્મનો સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી - ડિજિટલ યુરોનું સમર્થન કરે છે. દેશવાસીઓ રોકડને પ્રાથમિકતા આપતા હોવા છતાં CBDCનો સ્વીકાર કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 04:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK