Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > મૂડીઝે નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે ભારતનો વૃદ્ધિદરનો અંદાજ ૬ ટકાથી વધારીને ૭ ટકા કર્યો

મૂડીઝે નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે ભારતનો વૃદ્ધિદરનો અંદાજ ૬ ટકાથી વધારીને ૭ ટકા કર્યો

Published : 19 September, 2026 12:11 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૂડીઝ અપેક્ષા રાખે છે કે ભારત અન્ય G20 અર્થતંત્રો અને સમાન રીતે રેટ કરાયેલા ઊભરતા બજારના સાર્વભૌમ દેશો કરતાં વધુ ઝડપથી વિકાસ પામશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઊભા થયેલા વૈશ્વિક આંચકાઓ સામે ભારતની સ્થિતિસ્થાપકતાને ધ્યાનમાં રાખીને રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ ૨૦૨૭ (FY27) માટે ભારતના આર્થિક વિકાસના અનુમાનને ૬ ટકાથી વધારીને ૭ ટકા કર્યું છે. આ સંદર્ભમાં રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ભારતનું Baa3 લાંબા ગાળાનું ઇશ્યુઅર રેટિંગ એની વિશાળ અને વૈવિધ્યસભર અર્થવ્યવસ્થા, મજબૂત વિકાસની સંભાવના અને સુદૃઢ બાહ્ય સ્થિતિને; ઊંચા સરકારી દેવાં, દેવાંની ચુકવણીની નબળી ક્ષમતા અને ઓછી માથાદીઠ આવક જેવાં પરિબળો સાથે સંતુલિત કરે છે.

આ સુધારો નાણાકીય વર્ષ ૨૦૨૬માં ભારતના ૭.૭ ટકાના વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિદરને પગલે કરવામાં આવ્યો છે, જે અગાઉના વર્ષના ૭.૧ ટકા કરતાં વધુ છે. મૂડીઝનું આ નવું અનુમાન રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના જૂન મહિનાના એ અનુમાન કરતાં પણ વધારે છે, જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે ૬.૬ ટકા વૃદ્ધિની આગાહી કરવામાં આવી હતી.



કૅલેન્ડર વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા ૭.૩ ટકાના વૃદ્ધિદરની સરખામણીએ જાન્યુઆરી-જૂન ૨૦૨૬ દરમ્યાન ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિદર વધીને ૮.૨ ટકા થયો હતો. મૂડીઝે આ મજબૂત વૃદ્ધિ માટે ખાનગી વપરાશમાં થયેલો વધારો, ગ્રોસ ફિક્સ્ડ કૅપિટલ ફૉર્મેશન (સ્થિર મૂડીનિર્માણ) દ્વારા થયેલું વધુ રોકાણ અને સેવાક્ષેત્રમાં જળવાઈ રહેલી મજબૂતીને કારણભૂત ગણાવ્યાં છે.


મૂડીઝ અપેક્ષા રાખે છે કે ભારત અન્ય G20 અર્થતંત્રો અને સમાન રીતે રેટ કરાયેલા ઊભરતા બજારના સાર્વભૌમ દેશો કરતાં વધુ ઝડપથી વિકાસ પામશે. જોકે એણે આઉટલુક માટે ઘણાં જોખમો દર્શાવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 12:11 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK