નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૧૮૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૦૬.૭૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩,૩૭૮.૫૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૮૬.૮૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૪,૨૯૪.૯૬ બંધ રહ્યો. ઉપરમાં ૭૪,૭૨૮ ઉપર ૭૫,૧૨૫ કુદાવે તો ૭૫,૨૭૦, ૭૫,૫૯૫, ૭૫,૯૧૭, ૭૬,૨૪૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૩,૯૮૧ નીચે ૭૩,૬૮૦, ૭૩,૩૧૮ અંતિમ સપોર્ટ ગણાય. ૨૧થી ૨૪ સપ્ટેમ્બર ગેનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા–નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. આવનારી બૅન્ક પૉલિસીમાં RBI વ્યાજદરોમાં વધારો કરશે એવું ચર્ચાય છે. આવનારા કોઈ પણ ઉછાળા પ્રત્યાઘાતી જ સમજવા જે ધારણા મુજબના ન પણ હોય માટે ઝડપથી ફરી જવું હિતાવહ. નિફ્ટી ફ્યુચરનો અઠવાડિક અને માસિક ચાર્ટ ચિંતાજનક પરિસ્થિતિ દર્શાવે છે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની અૅવરેજ ૨૩,૫૮૭.૬૨ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ગોદરેજ કન્ઝ્યુમર (૮૮૦.૦૦) ઃ ૧૧૧૧.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૮૬ ઉપર ૮૯૫, ૯૦૩, ૯૧૧, ૯૧૯ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૭૦ નીચે ૮૬૩, ૮૫૫ સપોર્ટ ગણાય.
રિલાયન્સ (૧૨૨૬.૪૦) ઃ ૧૩૩૩ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૫૦ ઉપર ૧૨૬૮ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૨૨૬ નીચે ૧૨૨૨, ૧૨૦૯, ૧૧૯૬ સુધીની શક્યતા જોવા મળશે. રોકાણકારોએ દૂર રહેવું હિતાવહ.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૬,૫૨૭.૦૦)ઃ ૫૮,૩૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬,૬૪૨ ઉપર ૫૬,૮૧૦, ૫૭,૦૯૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૫૫,૯૬૯ નીચે નબળાઈ આગળ વધતી જોવાશે.
નિફ્ટી ફ્યુચર (૨૩,૩૭૮.૫૦)
ADVERTISEMENT
૨૪,૭૫૮.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૪૪૦, ૨૩,૫૯૦ પ્રતીકારક સપાટી ગણાય જેની ઉપર પ્રત્યાઘાતી સુધારાની ચાલ જોવા મળે. નીચામાં ૨૩,૧૮૦ નીચે ૨૩,૧૦૫ અંતિમ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
HDFC BANK (૭૩૧.૦૦)
૬૮૧.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૩૪ ઉપર ૭૪૦ અને ૭૪૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૧૪ નીચે ૭૧૧ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
પતંજલિ ફૂડ (૩૬૭.૦૦)
૩૩૫.૭૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૬૮ ઉપર ૩૭૨, ૩૭૯, ૩૮૬, ૩૯૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૫૩ નીચે ૩૪૮ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર: જિંદગીભર કાંઈ ના સમજી શકાયું એટલે, અંતવેળાની નજરના અર્થ બદલાઈ ગયા. : દિનેશ ડોંગરે. ‘નાદાન’
